રાજકોટ : નવા થોરાળામાં ગાળો બોલવા પ્રશ્ને બે મિત્રો ઉપર હુમલો
રાજકોટ શહેરના નવા થોરાળાના રામનગરમાં રહેતા અને મજૂરીકામ કરતા કામીલ હાજીભાઇ ઓડિયા નામના યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. કે ગઈકાલે બપોરે પોતે મિત્ર જગદીશ ઠુમ્મર સાથે ખીજડાવાળા રોડ ઉપર લખન વાણંદની દુકાને ફાકી ખાવા ગયો હતો. અને બંને મિત્રો ત્યાં બેઠા હતા. ત્યારે મારો ભાઈ સોયાબ અને ફિરોઝ પણ આવ્યા હતા. ત્યારે જ યાસીન ઉર્ફે લીમડી ઈરફાન જુસબ તાયાણી અને એક અજાણ્યો શખ્સ બે એક્ટિવામાં આવ્યા હતા. અને મારા ભાઈ સોયબને ગાળો દેવા લાગતા મારો ભાઈ અને મિત્ર ફિરોઝ બંને થોરાળા પોલીસે ફરિયાદ કરવા જતા રહ્યા હતા.
થોડીવાર ગાળો બોલી ત્રણેય જતા રહ્યા હતા. થોડીવાર પછી લીમડી અને ઈરફાન ધોકા લઈને અને અજાણ્યો શખ્સ પાઇપ લઈને આવ્યા હતા. અને મને તથા મારા મિત્ર જગદીશ ઠુમ્મરને ધોકા-પાઇપથી માર માર્યો હતો. પગમાં લોખંડના પાઇપ મારતા ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી. ત્રણેય હુમલો કરી નાશી છૂટ્યા હતા. અને અમને બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા આ અંગે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ કે.કે.પરમાર સહિતના સ્ટાફે ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીમડી અગાઉ દુષ્કર્મના કેસમાં પકડાઈ ચુક્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)