કરજણ ડેમમાંથી ખેડૂતોને ઉનાળા પાક માટે કરજણ જળાશય યોજનાની 476 ક્યુસેક પાણી છોડાયું

- હાઈડ્રોપાવર નું બીજું યુનિટ પણ ચાલુ કરતા દૈનિક 72 હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ થયુ.
- કરજણ ડેમમાં 63.96% નો પાણી સંગ્રહ.
ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ જળાશય યોજના ડાબા કાંઠાની કેનાલમાં હાઈડ્રોપાવર માં પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમમાંથી ખેડૂતોને ઉનાળુ પાક માટે કરજણ જળાશય યોજનાની ડાબા કાંઠાની કેનાલમાં 55 ક્યુસેક અને હાઈડ્રોપાવર માં 421 મળી કુલ 476 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી મહાલેના જણાવ્યા અનુસાર કેનાલનું સમારકામ પૂર્ણ થતા કેનાલો નવી તૈયાર થઈ ગઈ છે હવે કેનાલોમાં પાણી લીકેજ થશે નહીં.
ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોની જરૂરિયાત અને માંગ પ્રમાણે તબક્કાવાર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં હાઈડ્રોપાવરમાં એક વીજયુનિટ ચાલુ કરાયું હતું, તેમાંથી 35000 યુનિટ વીજળી ઉત્પાદન થતી હતી પણ હવે બીજું વીજ યુનિટ પણ ચાલુ કરાયું છે, એમ હાઈડ્રોપાવરના બન્ને બીજ યુનિટ ચાલુ થઇ જતાં હવે કુલ 476 યુનિટ દૈનિક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કરજણ ડેમની સપાટી 107.73 મીટર છે કરજણ ડેમમાં લાઈવ સ્ટોરેજ 320.73 મિલિયન ઘનમીટર જેને ગ્રોસ સ્ટોરેજ 344.60 મિલિયન ઘન મીટર છે , હાલ કરજણ ડેમમાં 63.96% પાણીનો પૂરતો જથ્થો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા