અમરેલી વડિયા આજે વડિયા ગેબનસાહ બાપુની દરગાહ ખાતે બટુક ભોજન કાર્યક્રમ

વર્ષો થી આ બટુકભોજન નો કાર્યક્રમ થાય છે આગલી રાતે સંદલ તેમજ ભજન જેવા કાર્યક્રમો કરવામાં આવે છે આ દરગાહ ઉપર હિન્દૂ તેમજ મુસ્લિમ પરિવારો પણ માનતા કરતા આવે છે. દર ગુરુવારે જનમેદની ઉભરાય છે. પગના દુખાવાની માનતા કરેલ લોકો ચાલીને આવી માનતા પુરી કરે છે. આજના દિવસે વડિયાની તમામ સાળા બાલમંદિર તેમજ ગામના તમામ બાળકોને પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ દરગાહના મુંજાવર અબ્દુલભાઇ 14 વર્ષ સેવા આપે છે તેમજ ઇનુસભાઈ મોગલ અને ટિમ સમગ્ર કાર્યક્રમને ઉજળો કરી બતાવે છે.
રાજુ કારિયા સાથે રસિક વેગડા (મોટીકુકાવાવ)