વિધાનસભા બજેટ સત્રમાં નાંદોદના ધારાસભ્ય પી. ડી. વસાવાએ શિક્ષણ મુદ્દે રજૂઆત

- વિધાનસભા બજેટ સત્રમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ શિક્ષણ મુદ્દે રજૂઆત કરી
- ગરીબ બાળકોને શિક્ષણ મળે તેવું કરો બાપુ તો તમારું આયુષ્ય વધશે તેમ કહેતાં સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
- સરકારનો આયુષ્ય નીતિન પટેલ નક્કી કરશે તેવો પી. ડી વસાવાએ કટાક્ષ કર્યો.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં નીતિન પટેલને સંબોધીને રજૂઆત કરી હતી કે તેઓ એ આખું બજેટ પુસ્તિકાના પાને-પાને શોધવાની કોશિશ કરી પણ મોંઘવારીને ડામવાની કોઈ વાત ક્યાં જોવા નથી મળી. આજે શિક્ષિત બેરોજગારોને નોકરી માટે ભટકે છે, તેમને રોજગારી આપવાની વાત ક્યાય જોવા મળી નથી. આઉટસોસિંગ ની બાબતો બંધ થવી જોઈએ. શાળામાં બાળકો જતા નથી. 30 બાળકોથી ઓછા હોય તેવી શાળાઓ બંધ કરવા મર્જ કરવાની વાત એ પણ સરકાર સામે કટાક્ષ કરી જણાવ્યું હતું કે બાળકનું શિક્ષણ છીનવશો નહીં.
શિક્ષણની વાત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બાપુ કહીને સંબોધ્યા હતા અને ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે આજે અંતરયાળ ગામોમાં ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે. શાળાઓ મર્જ કરી રહેશે વધારી રહ્યા છો. ગરીબ બાળકોને શિક્ષણ મળે તેવું કરો બાપુ તો તમારું આયુષ્ય વધશે કામ કરવાની શક્તિ પણ મળશે, તેમ કહેતાં સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જેમાં રમુજી મુડમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ પણ આયુષ્ય કોનુ વધસે બાપુનું કે સરકારનું તેમ કહેતાં તેનો જવાબ આપતાં પીડી વસાવાએ કહ્યું હતું કે બાપુ સરકારનું આયુષ્ય તો રાજ્યની જનતા નક્કી કરશે અને મરુ રાજકીય મંતવ્ય એવું છે કે આ સરકાર નું ભવિષ્ય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નક્કી કરશે તેમ કહી કટાક્ષ પણ કર્યો હતો.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા