કેલોરેકસ પબ્લિક સ્કૂલ રાજુલામાં સાયબર સિક્યુરિટી અંગે વર્કશોપનું આયોજન

રાજુલાની પ્રતિષ્ઠિત કેલોરેકસ પબ્લિક સ્કૂલ દ્વારા CBSE ના માર્ગદર્શન હેઠળ સાયબર સિક્યુરિટી અને એથિકલ હેકિંગ ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના સ્ટાફ અમિત ગોંડલિયા, અનુ યાદવ તેમજ અસ્મા જીવાણીએ છતડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટેકનોલોજીની મદદથી વર્તમાન સમયમાં ઇન્ટરનેટ તેમજ સોફ્ટવેર, સ્માર્ટ કાર્ડ વગેરેમાં સાયબર હેકર દ્વારા કઈ રીતે ફ્રોડ થાય છે તે અંગે વિગત સર સમજાવવામાં આવ્યા હતા.
બાળકો દ્વારા સ્માર્ટફોનમાં વિવિધ સોફ્ટવેરોનો ઉપયોગ કરતા સમયે કઈ-કઈ સાવચેતી રાખવી અને તેમનું કઈ રીતે સલામતીપૂર્વક ઉપયોગ કરવો તેનું પ્રેક્ટીકલી માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓ આજના ટેક્નોલોજીના યુગમાં થતાં હેકિંગ અને સાઇબર ક્રાઇમ વિશે જાણે અને પોતાની સોસાયટીના લોકોને માહિતગાર કરે તેમજ તેનામાં જાગૃતતા લાવે જેથી સાયબર ક્રાઇમ અટકાવી શકાય.