રાજકોટના ધોરાજીમાં આવેલ વેગડી GIDCમા આવેલ પ્લાસ્ટીક ધોલાઈ પ્લાન્ટ નું કારખાનું આવેલ

ધોરાજી તાલુકામાં આવેલ વેગડી જીઆઇડીસીમા આવેલ પ્લાસ્ટીક ધોલાઈ પ્લાન્ટનું કારખાનું આવેલ છે જેનું દુષીત પાણી ખેડૂતોનાં ખેતરોમાં આવેલ કુવાનાં તળમાં આવેલ અને આ પાણીને કુવામાંથી પિયત માટે વાપરવામાં આવેલ અને આ દુષીત પાણી ખેતી માટે ઉપયોગ માં લેવામાં આવેલ અને જેમાં મગફળી ઘઉં એરંડા જેવાં પાકોને ભારે નુકશાન થયું અને તમામ પાકો બળીને ખાખ થઈ ગયાં એવું ખેડૂતો જણાવી રહયા છે અને પોતાના પાકોને નુકશાનનું વળતર તંત્ર દ્વારા અથવા જવાબદારો પાસે થી તાત્કાલિક વળતર ખેડૂતોને ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ધોરાજી તાલુકા નાં વેગડી ગામે આવેલ જીઆઈડીસી વેગડી પ્લોટ નંબર 67 મા આવેલ કારખાનું ધોલાઈ પ્લાન્ટ નું પ્રદુષિત કેમીકલ યુક્ત પાણી જાહેર વોંકળામાં છોડાય છે ભૂગર્ભ જળ કુવાનાં પાણી કેમીકલ યુક્ત થઈ જતાં કુવા નાં પાણી થી પિયત થયેલ ઉભો પાક બળી જતાં લાખો રૂપિયાની નુકશાન થવા પામ્યુ છે. જેમાં મગફળી ઘઉં તથા ધાણા જેવાં ઉભા પાકો ને ભારે નુકશાન થયું છે અને ઉભો પાક સુકાઈ ગયો છે વેગડી જીઆઈડીસી પાછળ આવેલ ઘણાં કુવામાં આ કેમિકલ યુક્ત પાણી ભળતાં આ ખેડૂતો ને પાક સુકાઈ ગયો છે એવું ત્યાના ખેડૂતો જણાવી રહયા છે.
આ બાબતે ધોરાજી નાયબ કલેક્ટર કચેરી, ખેતીવાડી અધિકારી, યુનિટ હેડ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કચેરી જેતપુરને લેખીતમાં ફરિયાદ અને રજુઆત કરાઈ છે પણ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી એવું ખેડૂતો જણાવી રહયા છે ખેડૂતોનાં પોતાનાં પાકોને વેગડી જીઆઈડીસીમાં આવેલ પોલીપેક ધોલાઈ પ્લાન્ટનાં દુષીત પાણી કેમીકલ યુક્ત પાણી કૂવાના પાણીથી પિયત થયેલ ઉભો પાક બળી ગયો છે એવું મીડીયા સમક્ષ જણાવી રહયા છે અને ખેડૂતો પોતાના વળતર જવાબદાર પાસેથી કારખાનેદારનાં માલિક પાસે અપાવવામા એવી માંગ કરી રહ્યા છે અને જમીન માં આવેલ કૂવાઓનાં કેમીકલ પાણીનું સેમ્પલ લેબોરેટરી કરવામાં આવે તેવું પણ જણાવેલ હતું.
ત્યારે ધોરાજીનાં નાયબ કલેક્ટર કચેરી નાં અધિકારી નો સંપર્ક સાંધતા તેણે મૌખીક માં એવું જણાવેલ કે ખેડૂતો દ્વારા અમને લેખીત રજુઆત ની અરજી કરી છે આ બાબતે સાચી હકીકત જાણવા માટે ઉપર જવાબદાર તંત્ર કે કચેરી ને જાણ કરી દીધી છે આમ જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ બાદ જ સાચી હકીકત જાણવા મળશે એવું લાગી રહ્યું છે ખેડૂતો નો આક્ષેપ સાચો કે કારખાનેદાર સાચો એતો આવનારો સમય જ બતાવશે એ જોવાં નું રહયું….
રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)