મોરવા હડફના ખાનપુર રોડ પર અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનુ સારવાર દરમ્યાન મોત
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ સંતરામપુર રોડ પર આવેલ ખાનપુર પાસે અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા રાહદારીને ગંભીર ઇજા થતા મોરવા હડફ પોલીસે અજાણ્યા રાહદારીને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખશેડાયો હતો. તેનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. જોકે મોરવાહડફ પોલીસે અજાણ્યા અસમ કયાનો છે અને કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે. હાલતો મોરવા હડફ પોલીસે અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહનને અડફેટે લેતા તેનુ સારવાર દરમ્યાન મોત અંગેનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.