વાઘજીપુર પાદરડી રોડ પર ઇકો કારે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર 3ને ઇજા
પંચમહાલ જીલ્લાના શહેરાના વાઘજીપુર તરફથી એક બાઇક નંબર જીજે 17 એપી 3369 પર પાદરડી ગામના વિનુ ભાઇ બળવંતભાઇ પટેલ અને પ્રવિણભાઈ ભાઇ વિક્રમ ભાઇ પટેલ તેમજ પ્રિતેશ કુમાર બળવંત ભાઇ બારીયા આ ત્રણે વ્યક્તિઓ વાઘજીપુર તરફથી પાદરડી તરફ આવતા હતા. તે સમય દરમ્યાન વાઘજીપુર ચોકડી નજીક એક ઇકો કાર નંબર જીજે 17 બીએચ 0894નો ચાકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવતા બાઇક નંબર જીજે 17 એપી 3369ને પાછળથી અડફેટમા લઇ ઇકો કાર ચાલક કાર લઈ ભાગી છુટયો હતો બાઇક પર સવાર ત્રણેને ઇજા પહોચતા ઇજા ગ્રસ્તોને સારવાર અર્થ ખશેડાયા હતા. આ અંગેની જાણ શહેરા પોલીસ મથકે થતા શહેરા પોલીસે ઇકો કાર ચાલક સમે અકસ્માતનો ગુન્હો નોધી આગળની કાર્ય વાહી હાથ ધરી છે.
ઇકબાલ શેખ (પંચમહાલ)