જામજોધપુર સન્યાસ આશ્રમ મુકામે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

સ્વ. હંસાબેન જયંતિલાલ મજેઠીયા ના સ્મરણાર્થે કરવામાં આવેલ હતું જેમાં 130 દર્દી ઓ લાભ લીધો હતો તેમજ દવા વિના મૂલ્યે આપવામાં આવેલ હતી આ કેમ્પમાં દીપ પ્રાગટ્ય વેળાએ રોકડીયા હનુમાન મંદિર ના લખું દાદા એમજ દાતા પરિવારના જેન્તીભાઈ મજેઠીયા ઉમિયાધામ મંદિર સીદસર ના સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા ભાજપના પૂર્વ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા જલારામ મંદિરના પ્રમુખ ટ્રસ્ટીઓ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા વિપુલભાઈ હિંડોચા તેમજ તેમના ગ્રુપ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)