મોરબી ખાતે આજે ગોપાલ ઇટલીયાની કાયદા કથા યોજાશે

મોરબી ખાતે આજે ગોપાલ ઇટલીયાની કાયદા કથા યોજાશે
Spread the love
  • કથા દરમિયાન કોરોનાના રક્ષણ માટે હોમીયોપેથીક ડોઝ અને માસ્ક નું વિતરણ કરવામાં આવશે

મોરબી ખાતે આજે કાયદાના નિષ્ણાંત એવા ગોપાલ ઇટલીયાની કાયદા કથા યોજાશે જીવનમાં કાયદા એ મહત્વો નો ભાગ છે ત્યારે મોરબીના આંગણે સૌપ્રથમ વાર યુવા હ્ર્દય સમ્રાટ અને કાયદાના નિષ્ણાંત અને પૂર્વે પોલીસ વિભાગ માં ફરજ બજાવી ચૂકેલ ગોપાલભાઈ ઇટલીયાના શબ્દોમાં કાયદા કથા યોજાશે. મોરબીના ઓમ પાર્ટી પ્લોટ, ખાતે આજે રાત્રે ૯:૦૦ કલાકે સૌ પ્રથમ વખત કાયદા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સામાન્ય નાગરિકના જીવનમાં રોજ બે રોજ જરૂર પડતા કાયદાઓ અંગે માર્ગદર્શન આપવા આવશે ખાસ તો કેવા કાયદા અને ક્યાં કાયદા ક્યાં ઉપયોગમાં આવી શકે તે અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ કથા દરમિયાન કોરોના વાઇરસથી બચાવ માટે હોમીયોપેથીક ડોઝ અને માસ્કનું વિતરણ કરવામાં આવશે જેથી દરેક લોકોએ કાયદા કથાનો ખાસ લાભ લેવા આયોજક દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG_20200318_153231.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!