કોરોના વાયરસથી બચવા અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કેટલાક સૂચનો કરાયા
હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર નોવેલ કોરોના વાયરસ રોગચાળા બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. જેથી આ રોગથી ડરવાની જરૂર નથી ફકત સાવચેતીનાં પગલાંઓ લેવાથી આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. જેમ કે ચાઇનાથી કે અન્ય રોગચાળા ગ્રસ્ત વિસ્તારમાંથી આવેલ વ્યકિતમાં ભારે તાવ, શરદી, ખાંસી, કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક જિલ્લાની સીવીલ હોસ્પિટલ ખાતેનાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવો.
૧૪ દિવસ સુધી વિદેશથી આવેલ વ્યકિતને સેલ્ફ ઓલ્ઝર્વેશન હેઠળ રાખવા, ભીડ ભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું, મોં પર માસ્ક બાંધી ઘરના તેમજ અન્ય વ્યકિતઓનાં સંપર્કથી દુર રહેવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે મોટું અને નાક ઢાંકીને રાખવું, પુરતા પ્રમાણમાં આરોગ્યપ્રદ ખોરાક લેવો તેમજ વધુ માત્રામાં પ્રવાહી પીવું સાથો સાથ પુરતી ઉંઘ લેવી વિગેરે કાળજી લેવાથી આ રોગથી બચી શકાય છે.
હાલ રાજય સરકાર તેમજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિદેશી મુસાફરોને હેલ્થ સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાનાં આરોગ્ય વિભાગનાં આઇ.ડી.એસ.પી. શાખા દ્વારા લોકોને આ રોગચાળા બાબતે કોઈપણ ડર ન રાખવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે. આ રોગચાળાને સમજી અને સાવચેત રહેવાથી બચી શકાય છે. “ગભરાટ નહિં – સમજદારી, તાત્કાલીક સારવાર, આપણી જવાબદારી” ના સુત્રને સાર્થક કરવા આપણાં સૌનાં સહિયારા સાથ સહકારથી આ રોગચાળો ફેલાતો અટકાવી શકાય તેમ હોઈ કોઈપણ પ્રકારનો ગભરાટ રાખવો નહી.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી બ્યુરોચીફ