વડીયાનાં ખાનખીજડીયાની સીમમાં વાડીએથી વિદેશી દારૂ પકડી પાડતી અમરેલી LCB

વડીયાનાં ખાનખીજડીયાની સીમમાં વાડીએથી વિદેશી દારૂ પકડી પાડતી અમરેલી LCB
Spread the love

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે વડીયા તાલુકાના ખાન ખીજડીયા ગામની સીમમાં આવેલ વાડીએથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પકડી પાડેલ છે.

ગઇકાલ તા.૧૭/૦૩/૨૦૨૦ ની રાત્રે બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા તાલુકાનાં ખાનખીજડીયા ગામે રહેતો મહીપત ઉર્ફે હરેશ ઓઢભાઇ ચાક પોતાની ખાન ખીજડીયા ગામની સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં આરોપી મહીપત ઉર્ફે હરેશ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઇ ગયેલ.

પકડાયેલ આરોપી
મહીપત ઉર્ફે હરેશ ઓઢભાઇ ચાક, ઉ.વ.૨૯, રહે.ખાનખીજડીયા તા.વડીયા જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૫, *કિં.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ.

પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ વડીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20200318-WA0012.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!