જુગારનો ગણનાપાત્ર કેશ શોધી પાડતી જુનાગઢ તાલુકા પોલીસ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી માનિદર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા કડક સુચના થઇ આવેલ હોય જે અન્વયે જુનાગઢ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા સાહેબનાઓની સુચના મુજબ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા આવી પ્રવૃતિ શોધી કાઢવા પોલીસ કર્મચારીઓ દ્રારા તા. ૨૦/૩/૨૦૨૦ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ માહિતી અન્વયે બલીયાવડ ગામે અશોક ભગુભાઇ વાંક વિગેરે માણસો જાહેરમા જુગાર રમે છે.
તેવી હકિકત મળતા અમો (વિ. યુ. સોલંકી) તથા એ.એસ.આઇ.વી.એલ.પાતર તથા પો.કોન્સ.કરણભાઇ વાળા તથા પો.કોન્સ.ભરતભાઇ ઢોલા તથા પો.કોન્સ. લખમણભાઇ કટારા તથા પો.કોન્સ. જેતાભાઇ દિવરાણીયાએ જુગાર અંગે રેઇડ કરી આરોપી (૧) અશોકભાઇ ભગુભાઇ વાંક (૨) પ્રતાપભાઇ ભગુભાઇ વાંક (૩) જનકભાઇ ભીમભાઇ વાંક (૪) રવિરાજભાઇ મનુભાઇ વાળા (૫) જીતેન્દ્રભાઇ જીલુભાઇ નૈયા રહે,બલીયાવડ વાળાને રોકડ રૂપીયા ૭૫,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ તથા એક મો.સા. મળી કુલ રૂપીયા ૧૦૩,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ જે અગે ગુન્હો રજી કરી આગળની તપાસ એ.એસ.આઇ. વી.એલ.પાતર કરી રહયા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ