રાજકોટના નદીમના પરીવારમાં બધાના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો
રાજકોટના કોરોના પોઝિટિવ દર્દીના પરીવારના સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ અમદાવાદીઓની ચિંતા વધી છે કારણ કે ત્યાં કોરોના વાયરસનો ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે નદીમના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેના પરીવારને કોરોન્ટાઈન કરવામાં આવ્યા અને સાથે જ પરીવારના સભ્યોના પણ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આજે રાજકોટ માટે રાહતની વાત એ છે કે બાકીના બધા જ રિપોર્ટ નગેટિવ આવ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)