રાજ્યમાં આઇટી ઉદ્યોગના ૨.૫૦ લાખથી વધુ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે
અમદાવાદ,
કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલી ૫૦૦૦થી વધુ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કÌšં છે. રાજ્યની ૈં્ ઇન્ડસ્ટ્રી સાથે અંદાજે ૩.૫૦ લાખ લોકો સંકળાયેલા છે જેમાંથી અત્યારે ૨.૫૦ લાખ લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. નાસ્કોમ ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર અને દેવ ૈં્ના મેનેજીંગ ડિરેક્ટર જૈમિન શાહે જણાવ્યું કે, અત્યારે અંદાજે ૭૦-૭૫% લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ રેશિયો ૯૦% સુધી વધશે. કોરોનાને લઈને તકેદારીના ભાગરૂપે દરેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા કÌšં છે. જે એમ્પ્લોયી પાસે ઈન્ટરનેટ કે લેપટોપ, ડેસ્કટોપની સગવડતા નથી તેમને તાત્કાલિક ધોરણે કંપનીઓ દ્વારા સગવડતા કરી આપવામાં આવી રહી છે.
ગુજરાતના ગેસિઆ ૈં્ એસોસીએશના ચેરમેન મૌલિક ભણસાલીએ જણાવ્યું કે, ગુજરાતમાં જે ૈં્ કંપનીઓ આવેલી છે તેમાંથી ૯૦%થી વધુ નાની કંપનીઓ છે અને તેમના માટે કર્મચારીઓને ઘરેથી કામ કરાવવું મુશ્કેલ છે. તેઓ માટે આવી પરિÂસ્થતિનો બેકઅપ પ્લાન તાત્કાલિક ધોરણે અમલી બનાવવો અઘરો હોય છે. આમછતાં કંપનીઓ પોતાના કર્મચારીઓનું પુરતું ધ્યાન રાખી રહી છે.
જૈમિન શાહે જણાવ્યું કે, ૈં્ કંપનીઓ માટે ડેટા સિક્્યોરિટી એક મોટી ચેલેન્જ છે. ઓફીસના લેપટોપ અને ડેસ્કટોપમાં સિક્્યોરિટીનું પુરતું ધ્યાન રખાતું હોય છે જયારે વર્ક ફ્રોમ હોમ જેવી પરિÂસ્થતિમાં કર્મચારી પોતાનું કોમ્પ્યુટર વાપરે છે. આ પરિÂસ્થતિમાં ડેટા સિક્્યોરિટી જાખમાય છે. અમે દેવ ૈં્માં ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઓફિસનું કોમ્પ્યુટર ઘરે લઇ જવા કÌšં છે જેથી આ પ્રશ્ન મોટા પ્રમાણમાં ઉભો ન થાય.
મૌલિક ભણસાલીએ જણાવ્યું કે, તાજેતરની Âસ્થતિને ધ્યાનમાં રાખીને અમે અમારા એસોસિએશનમાં સભ્ય ૈં્ કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પડી છે. જે અંતર્ગત ૧૫ એપ્રિલ સુધી બિઝનેસ કે ઓફીસના સંદર્ભમાં કોઈપણ પ્રકારના ફંકશન આયોજિત ન કરવા કહેવાયું છે. આ ઉપરાંત બિઝનેસ માટે ટ્રાવેલિંગ ના કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
ગુજરાત અને દેશના ૈં્ એસોસિએશનોએ કંપનીઓને બહારથી આવતા લોકોને કંપનીમાં પ્રવેશ ન કરવા દેવા સુચન કર્યું છે. જે ગાઈડલાઈન્સ બહાર પાડી છે તે મુજબ, ઓફિસમાં રહીને કામ કરતા કર્મચારીઓના હિત માટે કુરિયર, ફૂડ ડિલીવરી કરતા લોકો, વેન્ડર્સ કે સપ્લાયર્સને ઓફિસમાં બોલાવવાનું ટાળવા કÌšં છે. આ ઉપરાંત બિઝનેસ માટે પણ બને ત્યાં સુધી ઓછા લોકોને ઓફિસે બોલાવવા કહેવાયું છે.
રાજ્યમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગ પાછલા પાંચ વર્ષમાં ઝડપી રીતે વધ્યો છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના મતે ગુજરાતમાં ૈં્ ઉદ્યોગનું કદ રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુનું છે. રાજ્યમાંથી સર્વિસ એક્સ્પોર્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, રિક્રુટમેન્ટ સહિતના કામો થાય છે.