અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી

કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આધુનિક ટે્કનોલોજીનો ઉપયોગ કરીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ૨૦ (વીસ) જેટલા ડ્રોન ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ પાંચ જેટલા ગુન્હા રજી. કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી, લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે.
રિપોર્ટ : ભાવેશ વાઘેલા (અમરેલી)