જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની નવ બોટલ જપ્ત એક શખ્સની ધરપકડ
- જામનગરના હાપા રેલ્વે સ્ટેશન વિસ્તાર નજીક ગઇકાલના રોજ પોલીસ ચેકીંગમાં હતી તે દરમ્યાન રહેણાંક મકાનેથી દારૂની નવ બોટલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના હાપા હીરામોતી પાર્ક, એલ્ટન સોસાયટી સામે રહેતા મહેશ રાયસીંગભાઇ મકવાણા (ઉ.વ.૩૨) નામના શખ્સના રહેણાંક મકાને પોલીસે બાતમીના આધારે ગઇકાલના રોજ દરોડો પાડી ઈંગ્લીશ દારૂની નવ બોટલ જેની કિંમત રૂા.૪૫૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી પંચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
– રોહિત આર. મેરાણી (જામનગર)