પેટલાદ : લોકડાઉનમાં જ્ઞાન સાથે ગમ્મત મેળવતો એરોન રોન્ઝા

- પેટલાદ vod ન.૨ ખાતે આવેલ રત્ન દીપ સોસાયટી માં રહેતા વિપુલ રોનઝા અને મોન્ટી રોન્ઝા નો પુત્ર લોક ડાઉન માં જ્ઞાન સાથે ગમ્મત મેળવતો એરોન રોન્ઝાં
અત્યારે લોકડાઉન ના સમયમાં જ્યારે ઘરેજ રહેવાનું છે ત્યારે પેટલાદ શહેરમાં આવેલી રત્નદીપ સોસાયટી ના રહીશ મોન્ટી વિપુલ રોન્ઝા એ પોતાના નાના દીકરા ને જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવાની જે પહેલ કરી છે તે પ્રસંશનીય છે. આરોન રોન્ઝા ધોરણ .૧ અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરે છે. તેમ છતાં કોરોના વેકેશન માં તે બીજા ધોરણ નું ગુજરાતીનું પુસ્તક વાંચતા શીખી ગયો છે. અંગ્રેજી ગ્રમાર તથા બેઝિક મેથ્સ તથા અન્ય વિષય પણ તે વિવિધ પ્રવૃતિ તથા TLM દ્વારા શીખી રહ્યો છે.
પ્રસ્તુત તસવીર માં તમે જોઈ શકો છો કે તેણે જાતે મમ્મી દ્વારા સ્વચ્છ કરાયેલ શાકભાજી કેવી સરસ રીતે ગોઠવેલ છે. બાળક આવી પ્રવૃત્તિ કરે તો તે ઘરે કંટાળશે નહિ, સારી રીતે સમય પસાર થઈ જાય, ગમ્મત દ્વારા જ્ઞાન મળી રહેશે. બાળક સ્વચ્છતા વિશે માહિતગાર થશે, તેનામાં મદદની ભાવના નો વિકાસ થશે. આખો દિવસ સ્કેટિંગ, બેડમિન્ટન, સાપ સીડી, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, કેરમ, ચેસ જેવી રમત રમશે તો ટેલિવિઝન કે મોબાઈલ તરફ ધ્યાન જ નહિ જાય.
હા પણ શરત એટલી કે માં – બાપ પણ મોબાઇલ છોડી બાળક સાથે રમે. આખું જીવન આજીવિકા માટે આપણે સૌ દોડધામ કરતા હોઈએ છીએ તેથી ઈચ્છા હોવા છતાં આપણી પાસે આપણા જ બાળકો કે ઘરના અન્ય સભ્યો માટે સમય જ નથી હોતો ત્યારે આપણા પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદી એ આપણા આરોગ્ય તથા જીવન બચાવવા ઘરે રહેવા માટે જે અપીલ કરી છે તેને સંપૂર્ણ સહકાર આપીએ.આ નાનો બાળક તથા તેની પ્રવૃત્તિ આપણને જે પોઝિટિવ મેસેજ આપે છે તે ખરેખર અમલ માં મુકવા જેવો છે.
STAY HOME.. STAY SAFE…
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)