વડોદરા ક્રાઇમ બ્રાંચનો નવો ખુલાસો, મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોરોના પોઝિટિવ
વડોદરા,
દિલ્લીની જેમ વડોદરામાં પણ તબલીગી મરકજ મળી હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં મદરેસામાં અભ્યાસ કરતા ૧ વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ હોવાની વાત બહાર આવી છે. પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં આ વિદ્યાર્થી હાલ ભરૂચમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. ક્રાઇમ બ્રાન્ચે મદરેસામાં રહેતા ૧૬ લોકોની યાદી બનાવી છે. વિદ્યાર્થીઓએ ૨૧થી ૨૫ તારીખ દરમિયાન નાગરવાડા છોડ્યું હતું. જેને લઇને જે તે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.
જા કે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસમાં આ અગાઉ જાણકારી જે સામે આવી હતી કે શહેરમાં ભેગા થયેલા જમાતીઓ નાગરવાડા મદરેસા ખાતે રહ્યાં હતા. જ્યારે લોકડાઉન દરમિયાન મદરેસામાં રહેતા ૧૬ લોકોએ વડોદરા શહેર છોડ્યું હતું. ક્રાઇમ બ્રાંચની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે જે ૧૬ લોકોએ શહેર છોડ્યું છે તેમાં ૧૩ વિદ્યાર્થીઓ અને ૩ વર્કરો સામેલ હતા. આ તમામ લોકો ભરૂચ, વલસાડ, સુરત, છોટા ઉદેપુર, ભાવનગર, આણંદ અને વેરાવળના રહેવાસી હતી. જેના કારણે જે તે જિલ્લાના પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોરોનાના લઇને વડોદરા શહેરમાંથી મોટા સમાચાર આવ્યાં હતા. જેમાં શહેરમાં દિલ્હીની જેમ જમાત મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં પોલીસ દ્વારા શહેરમાં પણ તબલિગી મરકઝ મળ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેને લઇને ક્રાઇમ બ્રાંચ અને ર્જીંય્ ને તપાસ સોંપવામાં આવી હતી.