રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ

રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના વાયરસના ૩ કેસ પોઝિટિવ
Spread the love

રાજકોટ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કવોરોન્ટાઈન કરાયેલા વ્યકિતઓમાંથી ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓના નામ રેશ્માબેન હબીબમીયા સૈયદ, અંકુર સોસાયટી, જંગલેશ્વર ઉ-૪૭,(૨)ઇબ્રાહિમભાઇ કાસમભાઇ બાદી. ઉ-૫૫ પરવેઝ હુસેન પટણી, જંગલેશ્વર ઉ-૧૪ને આ તમામ વ્યકિતઓ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. હાલ જંગલેશ્વર વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે. તેના કોન્ટેકટને આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ દરેકને સરકારી ફેસીલીટી ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવે છે.

આનો મુખ્યત્વે હેતુ પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ચેપ લાગવાની અંત્યંત શકયતા હોય અને આ લોકો દ્વારા કોમ્યુનિટીમાં અન્ય લોકોને ચેપ ફેલાવવાની શકયતા હોય અગ્રીમતાના ધોરણે કવોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવેલ છે. પરીણામે કોન્ટેકટ દ્વારા અન્ય લોકોને ચેપ ફેલાતો અટકાવી શકાય છે. ગઈ કાલે સવારના સમરસ હોસ્ટેલમાંથી ૫૭ લીધેલ કવોરેન્ટાઇન સેમ્પલમાંથી ૮ પોઝીટીવ આવેલ છે. આજના કુલ ત્રણ નવા કેસ સાથે રાજકોટ શહેર અને જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ ૫૯ કેસ નોંધાયા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200429-WA0024.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!