ખેડબ્રહ્મા: પ્રાન્ત અધિકારી શ્રી કે. એસ.મોદી સાહેબની સરપ્રાઇઝ વિઝિટ
સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા lockdown 3 નું જાહેરનામું પ્રસિદ્ધ કરતા lockdown નિયમોનું પાલન કરવાની શરતે ખેડબ્રહ્મા શહેરમાં કેટલીક દુકાનો તા.5-5-2020 થી સવારના સાતથી એક સુધી દુકાનો ખોલવાની મંજૂરી પ્રાન્ત અધિકારી શ્રી મોદી સાહેબે વેપારી મંડળને ને આપી હતી. પરંતુ વેપારીઓ દ્વારા lockdown નિયમોનો ભંગ થતો હોય તેની જાણ થતાં આજ રોજ સવારના 11:00 કલાકે પ્રાંત અધિકારીશ્રી કે.એસ. મોદી સાહેબે બજારની સરપ્રાઇઝ વિઝિટ કરતાં કેટલીક દુકાનો મંજૂરી વિના પણ ખુલ્લી જોવા મળી હતી.
સરદાર ચોકમાં આવેલી શિવમ પેલેસ ની રૂબરૂ મુલાકાત કરતા શિવમ પેલેસ ના માલિક દ્વારા સોશિયલ distance જાળવ્યા વિના દુકાનમાં માણસોની ભીડ એકઠી કરેલી જોવા મળી હતી. lockdown ના નિયમોનો ભંગ થતા શ્રી મોદી સાહેબે પીએસઆઇ શ્રી વી બી પટેલને રૂબરૂ સુચના આપી અને ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબ ને દુકાન સીલ કરવાના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત બજારના દરેક એરિયાની સરપ્રાઇઝ વિઝિટ કરતા lockdown નો ભંગ કરતા વેપારીઓ એ ફટાફટ દુકાનો બંધ કરી હતી.
સાથે નિયમોનો ભંગ કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ નગર પાલિકા વહીવટી તંત્રને આપ્યા હતા. નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા શાકભાજીની લારીઓ વાળાઓને યોગ્ય distance જળવાઈ રહે તે રીતે ચુના થી ચોરસ રાઉન્ડ કરવામાં આવ્યા હતા. પીએસઆઇ શ્રી વી બી પટેલ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવતા માસ્ક વગરના બાઈક ચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને બાઇકો ડિટેઇન કરવામાં આવી હતી. અને સવારના સાતથી સાંજના સાત સુધી કામ વગર બહાર નીકળનારા લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વહીવટી તંત્રની સતર્કતાને કારણે ખેડબ્રહ્મા તાલુકામાં હજુ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
તસ્વીર: ધીરુભાઈ (ખેડબ્રહ્મા)