સલાલ પંચાયત દ્વારા ગામ અને બજાર વિસ્તારને સેનેટાઈઝર કરવામાં આવ્યું
- સરપંચ સહિત યુવાનોની ટીમોને ખડેપગે…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાંપડ..પોગલુ..પલ્લાચર.સીતવાડા અને વદરાડ સહિતના ગામડાઓમાં કોરોના કેશો ની સંખ્યા થવા પામી છે ત્યારે પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ગ્રામ પંચાયત દ્ગારા આજે સમગ્ર ગામ અને બજાર વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. સલાલ ગામના સરપંચ રાજુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ દિપક સિંહ મયુરભાઈ પંચાલ વિપુલભાઈ શર્મા જીગાભાઈ ની યુવાનોની ટીમોને હાજર રહી સેનીટાઈઝરનુ કામકાજ કર્યું હતું તેમજ સમગ્ર બજારમાં વેપારીઓ ને માસ્ક તેમજ ગ્લોઝ અનેસોશ્યલડિસ્ટન્સ તેમજ જાહેર નામાનાં નિયમોનું ચૂસ્ત પાલન કરવા જણાવાયું હતું.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)