નવાં રુપરંગ છૂટછાટ સાથેનાં લોકડાઉન-4ના નિર્ણયને આવકારતાં ભાજપ પ્રદેશ પ્રવક્તા

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ લોકડાઉન-૪ માં આપેલ લોકોને આપેલ છૂટછાટને આવકારતાં જણાવ્યું હતું કે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીની સરકારનાં નિર્ણયને ભાજપ આવકારે છે. સરકારની સક્રીયતા,સહાય ,જનહિતનાં પગલાંઓ, નિર્ણયો, લોકડાઉન-૪ માં છૂટછાટ અને જનતાની સાવચેતીથી કોરોના સામેની લડાઈ ગુજરાત જીતશે તેવો વિશ્વાસ છે.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે સરકારે એકબાજુ જાન હૈ જહાઁન હૈ,નાં મંત્રને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન અને નિયમોનું પાલન કરવાં હાર્દિક અપીલ કરે છે. અને બીજી બાજુ લોકોનાં કામકાજ , રોજગાર ચાલુ રહે તેની ચિંતા કરી છે.
હવે સરકારે છૂટછાટ આપી છે, ત્યારે આપણાં સહુની અનિવાર્ય ફરજ છે કે SMS નું પાલન કરવું S- સોંશિયલ ડીસ્ટન્સ રાખવું. M- માસ્ક પહેરવું. S- સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો.
રિપોર્ટ : પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)