ભાજપના નેતાએ જ રૂપાણી સરકાર સામે ખોલ્યો મોરચો

એક બાજુ ભાજપ સરકારના મંત્રી લોકોને વીજ બિલમાં રાહતો આપ્યાની ગુલબાંગો પોકારે છે. તેનાથી તદ્દન વિપરીત ભાજપ નેતા અલ્પેશ ઠાકોર સીએમ પાસે વીજમાં સંપૂર્ણ માફી માગીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે રૂપાણી સરકારને આ મુદ્દે પત્ર લખ્યો છે.અલ્પેશે એપ્રિલ અને મે મહિનાના વીજ બિલની માફ કરવા રજૂઆત એટલું જ નહીં આ પત્ર તેમણે મીડિયા સાથે પણ શેર કર્યો છે જેથી આ વાતને બહોળી પ્રસિધ્ધિ મળે અને જો સરકાર વીજ બિલમાં માફી ન આપે તો અળખામણી પણ થાય. અલ્પેશે એપ્રિલ અને મેં મહિનાના વીજ બિલ માફ કરવા રજૂઆત કરી સરકારનુ નાક દબાવવા પ્રયાસ કર્યો છે.
ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના લોકો માટે બિલ માફ કરવું જોઇએઅલ્પેશ કહ્યું કે સરકારે સરચાર્જ માફ કર્યો છે. પણ એ પુરતુ નથી. ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના લોકો માટે બિલ માફ કરવું જોઇએ. અલ્પેશનું કહેવું છે કે, લોકડાઉનના કારણે બે મહિના લોકો ઘરમા બેઠા છે. જેના કારણે મોટા પ્રમાણમા ઇલેક્ટ્રીક ઉપકરણનો વપરાશ થયો છે. ત્યારે લોકને બે મહિના ના લાઇટ બિલમા સરકાર સંપુર્ણ માફી આપે તેવી માંગ કરી છે.કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબકોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે. એ હકિકત છે ત્યારે રાજસ્થાન જેવા રાજ્યોએ લોકોના લાઈટબિલ માફ કર્યાં છે. ત્યારે ભાજપના નેતાની રજૂઆત સરકાર માને છે કે પછી કોંગ્રેસના નેતાની રજુઆતોની જેમ નજર અંદાજ કરે છે.