લાઠીમાં ચાલતા મનરેગા યોજનાના રિલીફ કાર્યોની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર સહિતના અગ્રણીઓ

લાઠી તાલુકામાં ચાલતા નરેગા યોજનાના રિલીફ કાર્યની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયતના જીતુભાઇ વાળા આંબાભાઈ કકડીયા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલીયા દામનગર શહેર કોંગ્રેસના જીતુભાઇ નારોલા મહિપતબાપુ તુલશીભાઈ કાત્રોડીયા ગ્રામ્ય વિસ્તારો ના સરપંચશ્રીઓ સહિતના અગ્રણી ઓ એ લાઠી તાલુકા માં યુપીએ સરકાર માં બંધારણીય સુધારો કરી ફરજીયાત સો દિવસ રોજગારની ગેરિટી આપતી યોજના નરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય દ્વારા ૯૦૦ થી વધુ શ્રમિકોની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે રાહત કાર્યના શ્રમિકોની મુલાકાતો લીધી શ્રમિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિતનાઓ પાસેથી શ્રમિકોને આપતી રોજગારી અને પીવાના પાણી સહિત કામ ના કલાકો નાણાંની ચુકવણી સહિતની વિગતો મેળવી હતી લાઠી તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં શ્રમજીવી પરિવારો નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુ એ જ્યાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારોમાં રિલીફ કર્યો શરૂ કરવા સરકાર માં વધુ દિવસો શ્રમિકો રોજગારી મેળવી શકે શ્રમિકોને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી નરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંધની દુરંદેશીથી દાખલ થયેલ યોજનાથી હજારો શ્રમિકો ને રોજગાર કપરા કાળમાં આશીર્વાદ રૂપ બની રહ્યા છે આ રોજગાર તાલુકાના અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં સારી રીતે ચાલે વધુ લોકોને રોજગારી મળે તે માટે તાલુકાના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિતના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા