કબીર જયંતિના પાવન પ્રસંગે સમર્પણ ધ્યાનયોગ દ્વારા બ્રહ્મમુહૂર્તમાં ‘ચક્રશુદ્ધિ’ ધ્યાનનું આયોજન

- મુજકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં
- યુટ્યુબના માધ્યમથી શિવકૃપાનંદ ફાઉન્ડેશન ચેનલ પર સવારે 4-30 કલાકે થશે જીવંત પ્રસારણ
ભારતીય સંસ્કૃતિમાં ‘બ્રહ્મમુહૂર્ત’નું ખૂબ જ મહત્વ રહેલું છે. યોગીજનો અને સંતજનો દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં બ્રહ્મમુહૂર્તના સમય દરમિયાન ધ્યાન કરવાને ખૂબ જ મહત્વ કહેવામાં આવેલ છે. કહેવાય છે કે હિમાલયના ઋષિમુનિઓ પણ બ્રહ્મમુહૂર્તમાં ધ્યાન કરતા હોય છે તેમજ આ સમયે એક સકારાત્મક ઊર્જાનો વિશેષ પ્રભાવ વાતાવરણમાં હોય છે. સંત કબીરદાસજી ભક્તિકાળના એવા એક એવા સંતકવિ હતા કે જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજ ઉત્થાનના કાર્યમાં લગાડી દીધું હતું. કબીર જયંતિ અને વટ પૂર્ણિમાના પાવન પ્રસંગે સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં ચક્રશુદ્ધિ ધ્યાનનું આયોજન શિવકૃપાનંદ સ્વામી ફાઉડેશનના નેજા હેઠળ કરવામાં આવેલ છે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પૂર્ણિમાનું ધ્યાન વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે કારણકે પૂર્ણિમાના ચંદ્રનો ‘સકારાત્મક’ પ્રભાવ હોય છે અને ચંદ્રમાના સાંનિધ્યમાં ભાવ વૃદ્ધિગત પામે છે, માટે પૂર્ણિમાના દિવસે સદ્ગુરુના સાંનિધ્યમાં સકારાત્મક સામૂહિકતામાં ધ્યાનનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા અને હિમાલયના ઋષિ એવા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી સ્વયં તારીખ ૫ જૂન, શુક્રવારના રોજ બ્રહ્મમુહૂર્તમાં સવારે ૪:૩૦ કલાકે ‘ચક્રશુદ્ધિ ધ્યાન’ કરાવશે. જેનું જીવંત પ્રસારણ યૂટ્યૂબ ચેનલ ‘Shivkrupanand Foundation’ પર કરવામાં આવશે. તો તેમાં ધ્યાન સાથે જોડાવવા ઇચ્છતા સમાજના દરેક લોકોને હાર્દિક નિમંત્રણ છે.