ધોરણ-8,10 પાસ તથા ITI પાસ ઉમેદવારો માટે એસ.ટી. નિગમમાં એપ્રેન્ટીસની ભરતી કરાશે

Spread the love

ઓનલાઇન અરજી કરી તા.૭ જૂન-૨૦૨૦ ના બપોરે-૨.૦૦ વાગ્યા સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે

પાલનપુર,
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયામાનુસાર (૧) મીકેનીક ડીઝલ (૨) મીકેનીક મોટર વ્હીકલ (૩) ઈલેકટ્રીશીયન (૪) વેલ્ડર (૫) મોટર વ્હીકલ બોડી બીલ્ડર (૬) કોપા (કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ) (૭) પ્લમ્બર જનરલ (૮) મટીરીયલ હેન્ડલર (૯) ડેટા એન્ટ્રી ઓપરેટર (૧૦) ટાયર રીપેર (૧૧) હાઉસ સ્કીપર (૧ર) પેન્ટર જનરલ (૧૩) મીકેનીક (ડેન્ટીંગ, પેઈન્ટીંગ, અને વેલ્ડીંગ) આઈ.ટી.આઈ. પાસ તથા જરૂરી શૈક્ષણીક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦ પાસ ક્રમ નં. ૭ થી ૧૩ સુધી નોન આઇ.ટી.આઇ. પાસ, ૧૦ પાસ અને ટાયર રિપેર અને પેઇન્ટર જનરલ નોન આઇ.ટી.આઇ. ૮ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ WWW.APPRENTICESHIPNDIA.ORG વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ. તથા સ્કુલની તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર જરૂરી ડોકયુમેન્ટ સાથે સામેલ કવરમાં સીલ કરી વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી તા.૭/૦૬/ર૦ર૦ સુધી ૧૧:૦૦ થી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય, શૈક્ષણીક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત સુરક્ષા શાખા ખાતે બોક્સમાં તા.૧૧/૦૬/ર૦ર૦ સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રક માન્ય રહેશે નહી. તેમ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!