જામનગરમાં સગીરાનો ગળે ફાંસો, યુવાનનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત
- લતીપુર ગામ માનસિક અસ્થિર યુવાને ઝેરી દવા પી મોતને વહાલું કરી લીધું
જામનગરમાં પટેલ કોલોની શેરી નં.9માં રહેતા રાજભા ઉર્ફે અનિરૂધ્ધસિંહ દિપક સિંહ જાડેજા (ઉ.વ.42) નામના યુવાને તા.6ના પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ કારણ જાણવા કોલ ડીટેલના આધારે તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં શહેરમાં ગાંધીનગર મોમાઇનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાએ રવિવારે રાત્રીના 8.30 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કારણ જાણવા સગીરાના મોબાઇલના કોલડીટેલના આધારે તપાસ હાથ ધરી છે. ધ્રોલના લતીપુર ગામ રહેતા જીતેન્દ્ર વલ્લભભાઇ વાઘેલા નામના 28 વર્ષના યુવકની માનસિક સ્થિતિ દશેક વર્ષથી યોગ્ય ન હોય દવા ચાલતી હતી. આ દરમ્યાન જીતેન્દ્રએ ગત તા.26/5ના કોઇપણ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : રોહિત મેરાણી / નિશાંત માવાણી (જામનગર)