વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા અંગે ફેરવિચારણા કરવા NSUIની માંગણી

Spread the love
  • વિદ્યાર્થીઓના હિતમાં પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે નર્મદા એનએસયુઆઇ તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
  • જો સુપરવાઇઝરને કોરોના હશે અને વિદ્યાર્થીઓ એનાથી સંક્રમિત થશે તો એની જવાબદારી કોની ?

ગુજરાત રાજ્યની વીએનએસજીયુ દ્વારા (વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) પરીક્ષા અંગે નિર્ણય પર ફેરવિચારણા કરી વિદ્યાર્થીના હિત માટે યોગ્ય નિર્ણય કરવા નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી ને એનએસયુઆઇએ રજૂઆત કરી હતી. રાજ્યની વીએનએસજીયુ યુનિવર્સિટી ની પરીક્ષા અંગેના નિર્ણય પર યોગ્ય વિચારણા કરી ફરીથી વિદ્યાર્થીઓના હિતમાં પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે નર્મદા એનએસયુઆઈ તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિએ નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આગામી 26મી જુનથી 4 જુલાઈ વચ્ચે વીએનએસજીયુ યુનિવર્સિટી ની પરીક્ષાઓ લેવા અંગે નું સમયપત્રક કોલેજને આપ આપ્યું છે.

એનએસયુઆઈ નર્મદા પ્રમુખ નિકુંજ વસાવા તથા એન.એસ.યુ.આઈ ઉપપ્રમુખ મેહુલ પરમાર તથા મિતેશ વસાવા સહિતના આગેવાનો એ નર્મદા કલેકટરને લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીના પુસ્તકો હોસ્ટેલમાં છે. તો ઘરે રહી તેઓ અભ્યાસ કેવી રીતે કરી શકે ? બહારગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવા તથા નાહવા માં હોસ્ટેલમાં કોરોનાનો ચેપ ફેલાઈ શકે છે. તથા સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને જાય તો બપોરે બેંચ પર બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો કોરોના ફેલાઈ શકે છે જો સુપરવાઇઝર ની કોરોના હશે અને વિદ્યાર્થી એનાથી સંક્રમિત થશે તો એનો જવાબદાર કોણ ? પરીક્ષા પહેલા દરેક વિદ્યાર્થીઓ કોલેજ બહાર તોડા વળે તો કોરોના સંક્રમણથી ફેલાય તથા કલમ-144નો ભંગ કહેવાય, તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે જેથી અમારી માંગ છે કે આ વર્ષે વીએનએસજિયુ તથા બીજા કોલેજોમાં માસ પ્રમોશન આપી પાસ કરવા વિનંતી કરી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!