જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરનામાનો ઉલ્લંઘન કરી લારીઓ ચાલુ રાખતા કાર્યવાહી કરાઈ

Spread the love

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા રાત્રીના કલાક 7.00 વાગ્યા બાદ પણ અમુક નાસ્તાની લારીઓ ચાલુ રખાતી હોવાની તેમજ રાત્રીના 9.00 વાગ્યા બાદ લોકો બિન જરૂરી બહાર ફરતા હોવાની ફરિયાદો* મળતા, જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે.

લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તા ની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી કરવાના ભાગ રૂપે જુનાગઢ ડિવિઝનના ડિવાય એસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે. પરમાર, સ્ટાફના હે.કો. પી.બી. હુણ, પો.કો. પૃથ્વીરાજ સિંહ, અજયસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ગાંધી ચોક, આઝાદ ચોક, મજેવડી ગેટ, એસ.ટી.સ્ટેન્ડ વિસ્તાર, દોલતપરા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા, સાંજના સાત વાગ્યા પછી ચાલુ નાસ્તાની લારીઓ ટપોટપ બંધ થઇ ગઇ હતી.

પેટ્રોલીંગ દરમિયાન ગાંધી ચોક વિસ્તારમાં ખુલ્લી રાખવામાં આવેલ ઈંડા તથા નાસ્તાની લારીઓ અને આઝાદ ચોક જૂની સિવિલ પાસે *ખુલ્લી રાખવામાં આવેલ લારીઓના ધારકો (1) યાકુબ તારમહમદ સિડા જાતે ગામેતી ઉવ. 38 રહે. વીરપુર તા. જી. જૂનાગઢ, (2)ઇમરાન તાઝમહમદ ખીરા ઉવ. 34 રહે. મેમણવાડા, જૂનાગઢ, (3) સિકંદર હુસેનભાઇ હાલા રહે. ચિતાખાના ચોક, જૂનાગઢ, (4) સિરાઝ સલીમભાઈ રોઘાતિયા ઉવ. 55 રહે. શાંતિ નગર, જૂનાગઢ તથા (5) ગુલામ રસુલભાઈ મહીડા ઉવ. 30 રહે. મદાર ફળિયા, જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ અધિકારીઓ પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. પી.બી. હુણ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, જાહેરનામા ભંગના અલગ અલગ પાંચ ગુન્હાઓ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ સાંજના સાત વાગ્યા બાદ જાહેરનામાનો ઉલ્લંઘન કરી, પોતાની લારીઓ ચાલુ રાખતા નાસ્તા ની લારીઓ તથા દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે. ઉપરાંત રાત્રીના કલાક 9.00 વાગ્યા બાદ કામ વગર ફરતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી* કરવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!