બનાસકાંઠામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં વધુ નવા બે કોરોના કેસ પોઝિટિવ નોંધાયા હતા. પાલનપુર અને ડીસાના મળીને કુલ બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ દર્દીઓને તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. ત્યારે બુધવારના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યાં પાલનપુર અને ડીસામાં બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા, આરોગ્ય વિભાગ દ્વારા તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર અને ડીસામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતા, આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ ફેન્સી એ જણાવ્યું હતું કે, પાલનપુરની મહાલક્ષ્મી સોસાયટી, બેચરપુરા વિસ્તાર ખાતે ૪૫ વર્ષીય વિજયભાઈ ચિમનલાલ પંચાલ નામના યુવક જ્યારે ડીસાની ધરણીધર સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય વૃદ્ધા જશીબેન ખુશાલભાઈ ઠકકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ નોંધાતા કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૧૫૬ એ પહોંચવા પામ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે, આ કોરોના વાયરસ ક્યાં જઈને અટકશે.
રિપોર્ટ :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક, ન્યૂઝ)