રાજપીપળા : નર્મદામાં ઓનલાઇન શિક્ષણમાં આવતી અનેક બાધાઓ

રાજપીપળા : નર્મદામાં ઓનલાઇન શિક્ષણમાં આવતી અનેક બાધાઓ
Spread the love
  • ડીડી ગિરનાર પણ અપાતું શિક્ષણમાં સાહેબ મજા નથી આવતું… સ્કૂલ જેવું શિક્ષણ નહીં.
  • 60% વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણની પુરતી વ્યવસ્થા નથી
  • વાલી વિદ્યાર્થીઓ પોતાના બાળકોનો શિક્ષણ પ્રત્યે ચિંતિત

15 ઓગસ્ટ સુધી શાળા-કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓને શાળામાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે બાળકોને ઘરે રહીને પાઠ્ય પુસ્તકો પૂરા પાડી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પણ નર્મદામાં ઓનલાઇન શિક્ષણ અને સફળતા મળી નથી. ઓનલાઇન શિક્ષણ સંદર્ભ સંદર્ભે વાલી વિદ્યાર્થીઓ જણાવે છે કે પાઠ્ય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ નથી. સ્કૂલમાંથી પુસ્તકો બાળકોને મળ્યા નથી, તેથી શિક્ષણ કાર્યમાં બાધા આવે છે. પ્રવાસી શિક્ષકોની નિમણૂક થઇ નથી. એ ઉપરાંત પરપ્રાંતી વાલીઓ હિજરત કરીને ગયા હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ શહેરની બહાર છે. તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ થી વંચિત રહી ગયા છે.

એ ઉપરાંત વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણની પુરતી વ્યવસ્થા નથી.એકથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય તેવા વાલીઓના બાળકો અને હવે માતા-પિતા નોકરી ધંધા અર્થે જતા હોય ત્યારે વધારાની સગવડ કપરા આર્થિક સંજોગોમાં ઊભી કરી શકાય નથી. મોટાભાગના બાળકો ખેતીની સિઝન શરૂ થઈ હોવાથી બાળકો ઘરે ભણવાને બદલે માતા-પિતા સાથે મજૂરી કામ ધંધામાં જોતરાઈ જતા ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે. નર્મદામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન નથી, ટીવી પણ નથી, અહીં ગામડાંઓમાં નેટ ના ઠેકાના નથી, ઇન્ટરનેટ કનેકટીવિટી નથી ! તેથી ઓનલાઇન શિક્ષણનો લાભ મોટાભાગના બાળકો મેળવી શકતા નથી.

ડીડી ગિરનાર પણ અપાતું શિક્ષણ માં સાહેબ મજા નથી આવતું,સ્કૂલ જેવું શિક્ષણ નહીં, અમારે સ્કૂલ જવું છે. સ્કૂલનું વાતાવરણ જ અલગ હોય છે. તેવી પણ અમારે કઈ પૂછવુ સમજવું હોય તો સમજાવી શકતા નથી એવું બાળકો કહી રહ્યા છે. બીજી તરફ આરટીઆઇ હેઠળ બાળકોને હજી પ્રવેશ અપાયા નથી. તેવી વિદ્યાર્થીઓના શિક્ષણ નો પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અને પેપર નેપકિન પર હિતાવહ નથી. તબીબોના અભિપ્રાય મુજબ આ નુકસાનકારક તત્વો છે. કર્ણાટક સરકારે ધોરણ 1 થી 5 ના બાળકો ને ઓનલાઇન શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઓનલાઇન શિક્ષણ અંગે સરકાર દ્વારા નિયમો સ્પષ્ટ કરવાના બાકી છે. આવા સંજોગોમાં ઉતાવળ માં શરૂ કરાયેલ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે હાનિકારક બની શકે છે. 60 ટકા વાલીઓ પાસે ઓનલાઇન શિક્ષણ માટેની વ્યવસ્થા નથી. બીજું એ કે સરકાર તરફથી આપવામાં આવતા પુસ્તકો હજુ સુધી આપવામાં આવ્યા નથી. સરકાર દ્વારા ઘણા બધા ક્ષેત્રના લોકો માટે રાહત પેકેજ જાહેર કર્યા છે, પરંતુ શિક્ષણ ક્ષેત્ર માટે કોઇ રાહત પેકેજ જાહેર કર્યું નથી. તો આ વાલીઓ માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ. આવા વાલીઓને માટે સહાય કરવી જોઇએ, તેવી વાલીઓએ માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200619-WA0040.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!