કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી

કેવડિયામાં માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા લોકોને પકડીને દંડની કાર્યવાહી
Spread the love
  • માસ્ક વગરના 29 લોકોને ઝડપી પાડી સ્થળ પર જ 200 રૂપિયા લેખે રૂ. 5800 દંડ વસુલ કરવામાં આવ્યો

ગરુડેશ્વર તાલુકામાં કેવડીયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. અને બીજી તરફ અનલોકડાઉનમાં સ્ટેચ્યુ પર આવવા જવા માટે પ્રવાસીઓ માટે પ્રતિબંધ છે, છતાં પ્રવાસીઓ રજાના દિવસ માં દોડી આવે છે. તેથી બફર ઝોન અને કન્ટેઇટનમેન્ટ વિસ્તારમાં પોલીસે ચેકિંગ વધુ કડક બનાવી દીધું છે. કેવડિયા ખાતે શ્રેષ્ઠ ભારત ભવન પાસે આવેલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા આવવા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે.વાહનચાલકોના આઈડી પ્રૂફ તથા વાહનો ના મહત્વના ડોક્યુમેન્ટને ચકાસણી પણ થઈ રહી છે. જે લોકો માસ્ક નથી પહેરતા તેમને માસ્ક આપી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને લોકડાઉનનો અમલ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

જેમાં પોલીસ અધિક્ષક હિમકરસીહના સુચના મુજબ કેવડિયા ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. પાઠક તથા તેમના પોલીસ સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન વગર માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા હોય છે. તે ખુબ જ ગંભીર બાબત હોય છે. જેથી આજે 29 લોકો ને માસ્ક પહેર્યા વગર આવતા તે લોકો પાસે થી અસ્થડ પર 200 રૂ લેખે 5800રૂ. નો દંડ વસુલ કરવામા આવ્યો છે. અને દરેક લોકોને માસ્ક આપી ને પહેરાવી ને જણાવેલા કે આવી ભૂલ ફરી થી ન કરવા માસ્ક પહેરીને જ ઘર થી બહાર નીકળો એવી સમજ આપી તમામ જનતા ને મારી નમ્ર વિનંતી છે. કે ગમે ત્યારે ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળવું આ વધુ તમારા હિત માટે છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

IMG-20200619-WA0039.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!