જૂનાગઢ : જાહેરમાં ભય ફેલાવવા કરેલ ફાયરીંગના કુખ્યાત આરોપીઓને પકડી પાડતી પોલીસ

ગુન્હાની ટુંક વિગત : આ કામના આરોપીઓ ફરીયાદીનો જાપોદર ગામે આવેલ ” ક્રિષ્ના સ્ટોન કસર ભરડીયા ‘ ચાલુ રાખવા બાબતે જુસબ અલ્લારખા ગેંગના માણસો અવાર-નવાર પૈસાની ખંડણી માંગતા હોય. ફરીયાદી તાબે ન થતા આજરોજ બપોરના અરસામાં (૧) પોલા ઇશા (૨) ખુરી ઇશા (૩) ભીખો ગામેતી (૪) અનીશ ગામેતી રહે.જાપોદરવાળાઓએ તમંચા તથા જામગરી જેવા જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીના ભરડીયાએ આવી આડેધડ ફાયરીંગ કરતા ફરીયાદી તથા બે સાહેદોને ઇજાઓ કરી નાશી ગયેલાનો બનાવ બનેલ. આ બનાવ બાબતે જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દરસીંગ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબ દ્વારા આ બનાવને અંજામ આપનાર તમામ આરોપીઓને તાત્કલીક પકડી પાડવા કડક સુચના કરવામાં આવેલ.
જે અન્વયે એસ.ઓ.જી. શાખા જૂનાગઢના પો.ઇન્્સ. શ્રી ‘એચ.આઇ.ભાટી તથા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇચા. પો.ઇન્સ. શ્રી આર.કે.ગોહિલ તથા એસ.ઓ.જી. પો.સબ. ઇન્સ. શ્રી જે એમ.વાળા તથા વંથલી પો.સટે.ના પો.સબ ઇન્સ. શ્રી એન.બી.ચૌહાણ તથા એસ.ઓ.જી. તથા કાઇમ બ્રાન્ચ તથા વંથલી પો.સટે.ના પો.સ્ટાફની ત્રણ અલગ-અલગ ટીમો બનાવી ત્વરીત બનાવ સ્થળની વીજીટ લઇ ફરીયાદીને મળી બનાવને અંજામ આપનાર આરોપી વિષે માહિતી મેળવી ખાનગી રાહે તપાસ કરતા/કરાવતા આ બનાવને અંજામ આપનાર ઇસમો સોનારડી ગામ નજીક બોદુ પલેજા ગામેતીની વાડીએ હોવાની બાતમી હકીકત મળતા તુરત જ ત્રણેય ટીમો સદર જગ્યાએ આવતા ઉપરોકત બાતમી હકિકત વાળા ઇસમો બાવળની કાંટમાં બેસેલ હોય.
જે દુરથી પોલીસને જોઇ જતા દોડીને ભાગવા લાગેલ. આથી ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. માણસો ર.૫ કિલોમીટર દોડતા દોડતા પીછો કરતા હતા દરમ્યાન આરોપીઓ આગળ ભાગતા-ભાગતા એક વાડીમાંથી પસાર થતાં ખેતરમાં પડેલ બે મો.સા. લઇને નાશી જવામાં સફળ રહેલ. બાદ સદર જગ્યાએ સર્ચીંગ કરતા હતા તે દરમ્યાન ફરી બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત ઇસમો મહોબતપરા, ખડપીપળી ગામના વચ્ચે આવેલ ત્રીકોણ રસ્તા ઉપર મો.સા. લઇને ઉભા હોય.
જે બાતમી આધારે ખાનગી વાહન લઇને સદર જગ્યાએ પહોંચતા ઉપરોકત ઇસમો પોલીસને જોઇ જતાં મો.સા. લઇને ભાગતા તેનો પીછો ખાનગી વાહન મારફતે પીછો મો.સા. આગળ વાહન આડુ નાંખી રોકતા બન્ને ઇસમો મા.સા. મુકી ભાગતા ફરી દોડીને પીછો કરી બન્ને ઇસમોને પકડી હસ્તગત કરવામાં આવેલ. આ બનાવ બાબતે વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૬૮૨૦૦૪૪૪/૨૦૨૦ ઇ.પી.કો.ક.30૭, ૩૨૪, ૩૨૬, ૧૨૦(બી), ૩૮૪, ૫૧૧ તથા આર્મ્સ એકટ ૨૫(૧)બી, એ મુજબ ગુન્હો રજી. થયેલ છે. તેમજ બાઇક લુંટીને જતા રહેલ બંને આરોપી વિરૂધ્ધ વંથલી પો.સ્્ટે.માં અલગથી ગ્રુન્્હો દાખલ થયેલ છે. વંથલી પો.સ્ટે, ગુ.ર,નં.૧૧૨૦૩૦૬૮૨૦૦૪૪૫/૨૦૨૦ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ-સરનામું
- રહિમ ઉર્ફે ખુરી ઇસાભાઇ સાંધ ગામેતી ઉ.વ. ૨૬ રહે.જાપોદર, જુના રામ મંદીસર પાસે, તા. વંથલી, જી. જૂનાગઢ
- ઇમરાન ઉર્ફે ભીખો હબીબભાઇ સાંધ ગામેતી ઉ.વ.૨૩ રહે.જાપોદર, જુના રામ મંદીસર પાસે, તા. વંથલી જી. જૂનાગઢ
આરોપી રહિમ ઉર્ફે ખુરીનો ગુન્હાહિત ઇતિહાસ
- તાલાળા પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૫૪/૨૦૧૪ પ્રોહી ક.૬૫એ, ૬૫ઇ, ૬૬(બી)
- વંથલી પો.સ્ટે, ગુ.ર.નં. સે.૫૫/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩ ૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા 68 ક.૧૩૫
- પાટણવાવ (રાજકોટ ગ્રામ્ય) પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૧૭/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૦૨, ૩૬૫, ૧૨૦(બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા આર્મ્સ એકટ ક.ર૫(૧)એ તથા 6% ક.૧૩૫
- વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૪૨/૨૦૧૪ પ્રોહી ક.૬૫એ, ૬૫૪, ૬૬(બી)
- વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૮૨/૨૦૧૫ પ્રોહી ક.૬૫એ, ૬૬(બી), ૯૮, ૮૧, ૯૯
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત
આ કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી એચ.આઇ.ભાટી, ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ. શ્રી આર.કે. ગોહિલ, એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી જે.એમ.વાળા તથા શ્રી એન.બી.ચૌહાણ પો.સ.ઇ. વંથલી પો.સ્ટે. ઇમ બ્રાન્ચ જૂનાગઢના પો. હેડ કોન્સ. વિ.એન,બડવા, એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કોન્્સ. કરશનભાઇ જીવાભાઇ, દીનેશ જગમાલભાઇ, દિવ્યેશકુમાર ડાભી, ભરત સોલંકી તથા એસ.ઓ.જી. જૂનાગઢના પો.સ્ટાફના પો.હેડ કોન્સ. પુંજાભાઇ મેરખીભાઇ, મહેન્દ્રભાઇ વાલાભાઇ, પો.કોન્સ. મજીદખાન હુસેનખાન, મહેન્દ્રભાઇ દાનાભાઇ, અનિરૂધ્ધસિંહ ચાંપરાજસિંહ, રવિભાઇ પ્રતાપભાઇ, રવિરાજસિંહ વલકુભાઇ તથા વંથલી પો.સટે.ના પો.સ્ટાફના પો.હેડ કોન્સ. પી.જે.વાળા તથા પો.કોન્સ. બાલુભાઇ લીલાભાઇ, ‘જનકસિહ નાજાભાઇ, અતુલભાઇ દાનાભાઇ, સોમાતસિંહ ભીખાભા ઇ વિગેરે પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી
કરેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ