કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે હરણી પ્રાથમિક શાળાની લીધી મુલાકાત
- રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટના ક્રિયાન્વયન અંગે ઈજનેરો પાસેથી મેળવી જાણકારી
વડોદરા,
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આગવી પહેલના ભાગરૂપે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેની મોટાભાગની કામગીરી પ્રૂર્ણ કરી દેવામાં આવી છે. આજે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે શહેરની હરણી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટના ક્રિયાન્વયન અંગે ઈજનેરો પાસેથી જાણકારી મેળવી હતી. મહત્વનુ છે કે, આ પ્રોજેક્ટથી જળસંચય અને ભૂગર્ભ જળ સ્તરને ઉંચા લાવવાનો ઉમદા હેતુ રહેલો છે.
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ચૈૌધરી, રેઈને વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઈજનેરશ્રીઓ હાજર રહ્યા હતા.