રાજ્યસભાની ચારેય બેઠકોનું પરિણામ જાહેર ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવારની જીત

રાજ્યસભાની ચારેય બેઠકોનું પરિણામ જાહેર ભાજપના ત્રણ, કોંગ્રેસના એક ઉમેદવારની જીત
Spread the love

ગાંધીનગરઃ ગુજરાતની 4 સહિત દેશની 19 રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે મતદાન યોજાઇ ગયું. પ્રતિષ્ઠાના આ જંગમાં થોડી મથામણ બાદ ગુજરાતમાં ભાજપને 3 બેઠક પર જીત મળી જ્યારે કોંગ્રેસના માત્ર શક્તિસિંહ ગોહિલ જીતી શક્યા. સાંજે 4 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 5 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની હતી. પરંતુ કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભાજપના ભુપેન્દ્ર સિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મત સામે વાંધો ઊઠાવ્યો હતો. જોના લીધે પરિણામમાં વિલંબ થયો હતો. જો કે મોડી સાંજે ચૂંટણી પંચે કોંગ્રેસનો વાંધો ફગાવી દેતા ભાજપ માટે ત્રણ બેઠકની જીતનો માર્ગ મોકળો થઇ ગયો હતો. ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસ વાંધો મતગણતરી સમયે નહીં, પણ મતદાન સમયે ઊઠાવવાનો હતો.

કોંગ્રેસ જણાવ્યુ કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબજ્યુડિશિયલ હોવાથી તેમનો મત અલગ રાખવામાં આવે. તો કેસરીસિંહ સોલંકી સંપૂર્ણપણે સ્વસ્થ હોવા છતાં તેઓએ પોતે અનફિટ હોવાના ખોટા પૂરાવા આપ્યા. આથી બંને ધારાસભ્યોના મત રદ્દ કરવામાં આવે.

BTPના બે ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરતા ભાજપનાં ત્રણેય ઉમેદવારોનો વિજય નક્કી છે. જેમાં નરહરિ અમીન, રમીલાબેન બારા અને અભય ભારદ્રાજ એમ ત્રણેય ઉમેદવારોની જીત નક્કી થઇ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી છે અને ભરતસિંહ સોલંકીને જીતવું અશક્ય છે.

BTPનાં બંને ધારાસભ્યોએ મતદાનનો કર્યો ઇન્કાર
જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લે સુધી BTPએ બંને પક્ષોને મુંઝવણમાં રાખ્યાં હતાં ત્યારે આખરે BTPનાં બંને ધારાસભ્યોએ મતદાન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે મામલે છોટુ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “બંને પક્ષોએ અમારી માંગ ન સ્વીકારી અને માંગણી પૂરી કરી શકે તેમ પણ નથી. અમે મત આપવાનાં નથી. અમારે કોઇને મત આપવો નથી. ચૂંટણી છે એટલે દરેક સંપર્ક કરે છે. અમારી માંગ સંતોષાઇ નથી. અમે આંદોલન કરવા ઘરે જઇએ છીએ. દેશનાં ગરીબો અને આદિવાસીઓ સાથે આ સરકાર નથી.”

CM રૂપાણીએ કહ્યું હતું, “ભાજપનાં તમામ MLA એક થઈને મતદાન કર્યું”
“ભાજપનાં તમામ ધારાસભ્યોએ એક થઈને મતદાન કર્યું છે. BJPએ આદિવાસી સમાજ માટે ખૂબ સારા કામ કર્યા છે. ભાજપે આદિવાસી બહેનને ટિકિટ આપી છે. જે એક ગૌરવની વાત છે. છોટુભાઇ વસાવા અવશ્ય મતદાન કરશે તેવો મને વિશ્વાસ છે. પેસા એક્ટનો અમલ BJP સરકારે કરાવ્યો છે. આદિવાસી વિસ્તારમાં વનબંધુ યોજનાનાં કામ કર્યાં છે. અમે ધારાસભ્યોનો કોઈ કેમ્પ નથી કર્યો. કોંગ્રેસને પોતાનાં ધારાસભ્યો પર જ વિશ્વાસ નથી. કોંગ્રેસે BJPનાં ધારાસભ્યોનાં સંપર્ક કર્યાં છે.”

આ પણ વાંચો: કેમ રાજ્યસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિક નથી આપી શકતા મત? શું છે સમગ્ર પ્રક્રિયા
મતદાન બાદ NCPનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપેલું નિવેદન
રાજ્યસભાની ચૂંટણીમાં કુતિયાણાનાં NCPનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, “પોતાની પાર્ટીનાં વ્હીપ મુજબ મતદાન કર્યું છે. BJP સાથે મારે પર્સનલ સંબંધ છે.”

મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને NCP દ્વારા વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને મત આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોય તે રીતે તેઓ ભાજપની છાવણીમાં પહોંચ્યાં હતાં. જો કે સૂત્રોનાં જણાવ્યાં મુજબ કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હોવાનું સામે આવ્યું હતું.
CM રૂપાણીએ કહ્યું હતું, ‘ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત’
રાજ્યસભાની ચૂંટણીને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, “કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ચૂંટણી રદ કરાવવા માટે સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. બાકી જીત મળતી હોય તો પરેશ ભાઈને સુપ્રિમ કોર્ટ જવાની શું જરૂર પડી? ભાજપનાં ત્રણેય ઉમેદાવારોની જીત નિશ્ચિત છે. ભાજપનાં ધારાસભ્યો એક છે. વિકાસનાં કાર્યોનાં કારણે છોટુભાઈનાં મત પણ અમને મળશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા છે.

BTPનાં મત પણ ભાજપને જ મળશે
રાજ્યમાં 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે જંગ યોજાઇ
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચાર સહિત દેશભરમાં રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતમાં ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 2 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં આ ચૂંટણીમાં ભાજપનાં અભય ભારદ્રાજ, રમીલાબેન બારા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસનાં બે ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા એવાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે આજે ખરાખરીનો જંગ ખેલાયો હતો.

IMG-20200619-WA0004.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!