કુડોલ ઘાટીના જંગલમાં દીપડો ત્રાટક્યો : ઘેટાંનો શિકાર કરતાં ફફડાટ
સરડોઈ : અરવલ્લી જિલ્લા ના જંગલ વિસ્તારમાં દીપડાઓનો કાયમી વસવાટ થઈ ગયો છે. મોડાસા તાલુકાના કૂડોલના જંગલ વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે દીપડાએ માલધારી રણછોડ ભાઈ ભરવાડના ધેટાંનું મારણ કરતા ફફડાટ વ્યાપ્યો છે. ટિંટોઈ વિસ્તારના સીમાડામાં દીપડાની અવર જવર થી રાત્રે ખેતરમાં રાતવાસો કરતા ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે.
દીપડો આવ્યાની જાણ વન વિભાગને થતાં જંગલ વિસ્તારમાં તેનું પગેરું શોધવાના પ્રયાસ દરમ્યાન કેટલાક વન કર્મચારીઓએ પણ દીપડાને નજારો નજર જોયો હોવાની વિગતો સામે આવી છે. હાલ માં વરસાદના આગમન પછી જંગલ વિસ્તારમાં પશુપાલકો પશુ ચરાવા માટે દિવસે જંગલ માં જોવા મળતા હોય છે તેવા સમયે દીપડાએ મારણ કરતા માલધારીઓની સાથે પશુપાલકો પણ ભય અનુભવી રહ્યા છે ત્યારે વન વિભાગ દીપડો અન્ય દુધાળા પશુઓનું મારણ કરે તે અગાઉ દીપડાને પોજરે પુરે તેવી માંગ થઈ છે.
દિનેશ નાયક (સરડોઈ)