એમ.એસ યુનિ. ના રોજગાર કેન્દ્ર દ્વારા રોજગારી સંબંધી માહિતી સોશિયલ મીડિયા પર થશે ઉપલબ્ધ
- રોજગારવાંરછુ ઉમેદવારોને ખાનગી – સરકારી ક્ષેત્રની રોજગારી સબંધી મળશે વિગતો
વડોદરા
કોરોના વાઇરસ કોવિદ ૧૯ ના સંક્રમણ ને અટકાવવા માટે દેશ ને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે. તેવા સમય માં યુવાનો અને રોજગારવાંરછુઓ ઘરમાં સુરક્ષિત રહીને એમ.એસ યુનિવર્સીટી ની રોજગાર કચેરી ની વિવિધ સેવાઓ ઘરે બેઠા મળેવી શકે તે માટે યુનિવર્સીટી રોજગાર કેન્દ્ર, વડોદરા દ્વારા ઓનલાઇન અને સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સેવાઓ શરુ કરવામાં આવી છે.
રોજગારવાંરછુઓ માટે યુનિવર્સીટી રોજગાર કેન્દ્ર, વડોદરાના ફેસબુક પેજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોરમેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો પરથી રોજગાર કચેરી દ્વારા ખાનગી-સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારી ની વિગતો મેળવી શકશે. તેમજ રોજગાર કચેરી દ્વારા યોજાતા ઓનલાઇન જોબ ફેર ની વિગતો પણ મેળવી શકશે. રોજગાર કચેરી ની સેવા નો ઘર બેઠા લાભ લેવા માંગતા ઉમેદવારો અને નોકરીદાતાઓ કચેરી ના ટેલિફોને નંબર ૦૨૬૫-૨૭૮૨૦૪૫ પર જાહેર રજા ના દિવસો સિવાય સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન સંપર્ક કરી શકશે.
આ સેવા નો લાભ વડોદરા અને છોટા ઉદયપુર જિલ્લા ના રોજગારવાંરછુઓ કે જેમની શૈક્ષણિક લાયકાત પોષ્ટગ્રજ્યુએટ પ્રોફેશનલ ડિગ્રી ધરાવે છે, તેવા ઉમેદવારોને નામ નોંધણી, રીન્યુઅલ અપડેશન અને રોજગાર કચેરી ની અન્ય સેવાઓનો પણ લાભ લઇ શકશે.