દામનગર : પાલિકાના મહિલા સદસ્યના પતિએ એક જ પ્લોટ ઉપર બે વખત આવાસ સહાય મેળવી

દામનગર : પાલિકાના મહિલા સદસ્યના પતિએ એક જ પ્લોટ ઉપર બે વખત આવાસ સહાય મેળવી
Spread the love

દામનગર નગર પાલિકા વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ દામનગર પાલિકા ના શાસક પક્ષ ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા એક પ્લોટ ઉપર બે વખત આવાસ યોજના લીધા નો ભાંડો ફૂટ્યો સામાજિક કાર્યકર છગનભાઈ ભાસ્કરે આર ટી આઈ હેઠળ મેળવેલ માહિતી માં બે વખત આવાસ. યોજના મેળવનાર આગેવાન ને ચીફ ઓફિસરે નોટિસ પાઠવી રકમ પરત ભરવા તાકીદ કરાય ગત તારીખ ૧૫/૭/૨૦૨૦ ના રોજ જા નં એસ્ટા /૨૦૫/૨૦૨૦ થી ડો બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ ખોટી મંજૂર થયેલ સહાય રકમ પરત જમા કરવા સંદર્ભ છગનભાઇ ભાસ્કર ની અરજ તા૨૬/૭/૨૦૧૯ અને નાયબ કલેકટર પ્રાંત લાઠી ના પત્ર નં નપલ/વશી ૭૦/૧૯ તા ૨૯/૮/૨૦૧૯ દામનગર ના છગનભાઇ ભાસ્કર ની તા૨૭/૬/૨૦૨૦ ની અરજ પ્રોજેકટ સ્પેશ્યાલિસ્ટ શ્રી એ એસ એમ ગાંધીનગર ના પત્ર ક્રમાંક એ એસ એમ પી એમ એ વાય /બી એલ સી વર્ષ ૨૦૧૮-૧૯/૨૮૦ તા૧૭/૬/૨૦૨૦ અને દામનગર પાલિકા કચેરી ના પત્ર ક્રમાંક જા નં એસ્ટા /૯૪/૨૦૨૦ તા૧૧/૬/૨૦૨૦ નાયબ નિયામક શ્રી અમરેલી ના પત્ર નં ના ની અજાક/અમર વશી ૨૦૨૦-૨૧ /૧૨૬૧ તા૨૪/૬/૨૦૨૦ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના ઠરાવ ક્રમાંક એ એસ એમ /૧૦૨૦૧૭/૫૨૮/૧૯૧ તા૧૧/૪/૨૦૧૭ સહિત ના સંદર્ભ આધારો સાથે પાલિકા તંત્ર એ ખોટી મંજુર થયેલ સહાય ની રકમ પરત ભરવા તાકીદ કરતા દિન સાત માં ચેક નં ૫૭૦૦૦૬૮ તા ૧૨/૨/૨૦૦૯ પરત ભરવા તાકીદ કરી પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ મેળવવા ખોટું સોગંદનામું રજૂ કરી અગાઉ લીધેલ આવાસ યોજના છુપાવી એકજ પ્લોટ ઉપર બે વખત સરકારી યોજના હેઠળ આવાસ મંજુર કરવા ખોટું સોગંદનામું રજૂ કરનાર લાભાર્થી દામનગર નગર પાલિકા ના શાસક પક્ષના મહિલા સદસ્ય ના પતિ દ્વારા જ આવી હરકત થતા પાલિકા તંત્ર પણ શ્રોભ માં મુકાયું સાપે છચુંદર ગળ્યા જેવી સ્થિતિ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા સાડા ત્રણ લાખ ની સહાય મેળવવા રાજ્ય સરકાર ની આવાસ યોજના ના ની હકીકતો છુપાવી ખોટું સોગંદનામું કરી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરનાર વિરુદ્ધ સામાજિક કાર્યકર છગનભાઈ ભાસ્કર ની મુહિમ દામનગર પાલિકા ના વિકાસ કામો સતત વિવાદ માં રહેતા આવ્યા છે શાસક પક્ષ દ્વારા બહુસર્ચિત બગીચા ની તપાસ ચાલી રહી છે પ્રધાન મંત્રી આવાસ મંજુર કરવા ના નામે વચેટીયા પ્રથા નો વિવાદ હજી શમ્યો નથી ત્યાં પાલિકા ના શાસક પક્ષ ના સદસ્ય પરિવારે એક જ પ્લોટ ઉપર બે વખત આવાસ નો લાભ મેળવી ખોટું સોગંદનામું રજૂ કરી સરકારી નાણાં ની કાયમી ઉચાપત કરી છે ત્યારે સરકાર પક્ષે ક્રિમિલન કમ્પ્લીશન કરી કાર્યવાહી ની છગનભાઇ ભાસ્કર ની માંગ આવા ભસ્ટ આગેવાનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈ એ આવા મહામ જાદુગર સદસ્ય પતિ એક પ્લોટ ઉપર બે વખત રાજ્ય સરકાર ની આવાસ યોજના મળી હોવા છતાં પ્રધાન મંત્રી આવાસ યોજના ખોટું સોગંદનામું રજૂ કરી ને મેળવી ત્યારે દરખાસ્ત માં અભિપ્રાય આપનાર તંત્ર એ કોની લાજ કાઢી હતી આ અંગે જવાબદાર તંત્ર સામે પણ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર અને પ્રાદેશિક નિયામક સુધી રજુઆત કરાય છે

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા (દામનગર)

IMG-20200726-WA0008.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!