દામનગર : અનસૂયા ક્ષુધા કેન્દ્રની સેવાને એક વર્ષ પૂર્ણ થતાં ધજારોહણ એવમ મહાપ્રસાદ

દામનગર શહેર માં લાખો ની જઠરાગ્નિ તૃપ્ત કરતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્ર ને એક વર્ષ પૂર્ણ થતાં ધજારોહણ મહા પ્રસાદ નું આયોજન કોરોના ની મહામારી માં પણ સોશલ્ય ડિસ્ટન્ટ સાથે અતિથિ અભ્યાગતો નિરાધાર વૃદ્ધ અંધ અપંગ ને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન આપતી સંસ્થા અનસૂયા ક્ષુધા કેન્દ્ર ગાયત્રી મંદિર ખાતે એક વર્ષ પહેલાં શરૂ થયેલ ભોજન સેવાના આ મહાયજ્ઞને એક વર્ષ પૂર્ણ થતાં મહા પ્રસાદનું આયોજન કરાયું લાખો લોકોને સંપૂર્ણ અન્નથી તૃપ્ત કરી નિરંતર રીતે સંપૂર્ણ મફત ભોજનનો મહાયજ્ઞમાં ઉદારદિલ દાતાઓના આર્થિક સહયોગથી સુવ્યવસ્થિત રીતે સંચાલન કરતા અનસૂયા ક્ષુધા કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટી દેવચંદભાઈ આલગિયા, જીતુભાઇ બલર, ભરતભાઇ ભટ્ટ, નટુભાઈ ભાતિયા, રાજેશભાઈ મસરાણી, ધીરૂભાઇ ભક્ત સોલંકી, બટુકભાઈ શિયાણી, કોશિકભાઈ બોરીચા, પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા, નિકુલભાઈ રાવળ, જયતિભાઈ નારોલા માધવ સ્ટીલ, વિનુભાઈ બારડ, રમેશભાઈ વાઢાળા, ધનસુખભાઈ ભટ્ટ, નરશીભાઈ હુલાણી, અશોકભાઈ બાલધા સહિતની ઉપસ્થિતિમાં ધજારોહણ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.