જૂનાગઢ જિલ્લાનાં 274 કુપોષીત બાળકોનાં ઘર આંગણે વૃક્ષારોપણ કરાયુ
જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ૨૭૪ કુ-પોષીત બાળકોનાં ઘર આંગણે વન વિભાગ દ્વારા ૬૯૯ વિવિધ જાતનાં રોપાઓનું વાવેતર કરાયુ છે. જિલ્લામાં ૭૧ માં વન મહોત્સવ ઉજવણી અંતર્ગત ૨૮૬ હેક્ટર જમીનમાં બે લાખથી વધુ રોપાઓનું વાવેતર કાર્ય પુર્ણ કરાયુ છે. વન વિભાગની ભેસાણ, જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, માળીયા, વિસાવદર તેમજ મેંદરડા ખાતે તેમજ અન્ય ખાતાકીય નર્સરીઓમાં રોપા ઉછેર કરી લોકોને વિતરીત કરવામાં આવે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ