અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં બનેલ આગની દુર્ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરવા રજુઆત

અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં બનેલ આગની દુર્ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરવા રજુઆત
Spread the love

ગઈકાલે અમદાવાદ ની નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિલ જે covid 19 માં ફાળવેલ હતી તેમ રાત્રી ના 3.30 કલાકે icu વિભાગ માં 8 જેટલા દર્દીઓ આગ માં હોમાઈ ગયા છે. જાણવા મળેલ માહિતી અનુસાર હોસ્પિટલ નું fire safety નું પ્રમાણપત્ર પણ તેમની પાસે ઉપલબ્ધ નોહતું ફાયર વિભાગ ના કાયદા અધિનિયમ પ્રમાણે તેમની પાસે ફાયર સેફટી માટે યોગ્ય વ્યવસ્થા અને દર 6 મહિને તેમને પ્રમાણપત્ર આપવા યોગ્ય છે કે નહિ તે કામ ફાયર વિભાગ ના અધિકારીઓ નું છે.શ્રેય હોસ્પિટલ ની આજુબાજુ ઘણા રહેઠાણ પણ આવેલા છે જો આ દુર્ઘટના મોટી થઈ હોત તો હજારો પરિવાર મોત ની ઝપેટ માં હોમાઈ ગયા હોત.

આ દુર્ઘટના માં જવાબદાર ફક્ત હોસ્પિટલના સંચાલકો જ નહીં પરંતુ આ વિસ્તાર ના કોર્પોરેટર ધારાસભ્ય અને ફાયર વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ પણ છે. તેમની લાપરવાહી પણ દુર્ઘટનામા મૃત્યુ પામેલ લોકો માટે જવાબદાર છે. આવા બેજવાદાર લોકો યોગ્ય તાપસ કરી કડક માં કડક સજા કરવામાં આવે જેથી કરીને બીજી વાર આવી કોઈ દુર્ઘટના ના ઘટે અને આ સજા કાયદા નું લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહે.

આ દુર્ઘટના માં ભોગ બનેલા મૃતકોના પરિવાર જનોને જીવન નિર્વાહ માટે યોગ્ય વળતર આપવામાં આવે અને ઇજાગ્રસ્ત લોકોને પણ યોગ્ય વળતર ચુકવવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ (ગુજરાત રાજ્ય) ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર ને કરવામાં આવે આ અંગે આજે અમદાવાદ શહેર કલેકટર ને ABMNS ના ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ શ્રી જુલિનભાઈ કોઠાવાલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એવું શ્રી નિલેશભાઈ જોષી પ્રમુખ ગુજરાત રાજ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20200807_185641.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!