માણાવદર ITI ખાતે તાલુકા કક્ષાના 71મા વન મહોત્સવની ઉજવણી

Spread the love

માણાવદર આઇ.ટી.આઇ ખાતે 71 મા વન મહોત્સવની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વધતી માનવ વસાહતના પરિણામે વૃક્ષોનો સત્ય નાશ થઇ રહયો છે તેના કારણે ધરતીની આબોહવામાં પણ જબરા પરિવર્તન સર્જાય રહયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લીલોતરી ધીમે ધીમે નેસ્તનાબુદ થઇ રહી છે ધરતી ઉપરથી થતું વૃક્ષોનુ થતું નિકંદન ખતરારૂપ સમસ્યા પેદા કરે છે તો નવાઇ નહી

આજે 71 માં વન મહોત્સવ નિમિત્તે આપણે સૌએ સાથે મળીને પર્યાવરણ બચાવવાની જરૂર છે ત્યારે આજે માણાવદરના જૂનાગઢ હાઇવે રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. મહાનુભાવોના હાથે જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા તેમજ વન વિભાગ દ્વારા આરોગ્ય રથ ફેરવી આરોગ્ય વર્ધક વૃક્ષો જેવા કે તુલસી, અરડુસીના છોડુનુ વિતરણ કરવામાંઆવ્યું હતુ આ કાર્યક્રમમાં માણાવદર મામલતદાર એન.એચ.રામ., ટી.ડી.ઓ. મોરી, આરએફઓ દાફડા, આઇટીઆઇના પ્રિન્સિપાલ અપારનાથી તાલુકા પંચાયત પ્રમુખ વરંજાગભાઇ ઝાલા, ન.પા. પ્રમુખ જગમાલભાઇ હુંબલ તેમજ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!