કડીમાં વરસાદે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી

કડી શહેરમાં સવારના છ થી દસ વાગ્યાના સમયગાળામાં ભારે વરસાદ ખાબકતા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયી ગયા હતા.સવારના ચાર કલાક માં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કડી શહેરમાં વહેલી સવાર થી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ધીમે ધીમે રોદ્ર સ્વરૂપ ધારણ કરી ભારે પવન સાથે સતત ચાર કલાક સુધી વરસ્યો હતો.શહેરમાં ફક્ત ચાર કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયી ગયા હતા.
શહેરના કરણનગર રોડ વિસ્તારની જય ગુરુદેવનગર સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. કડીમાં શુક્રવારે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકતા કડીના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા અયોધ્યા રામજી મંદિરના પાછળ,ભીમનાથ મહાદેવ, ભાગ્યોદય હોસ્પિટલની પાછળ,કડી માર્કેટ રોડ,સુજાતપુર રોડ,જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને કડી નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરી છતી થઇ હતી.