આબુરોડમાં એસીબીની મોટી કાર્યવાહી, 12 હજાર લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લા ના આબુરોડ શહેરમાં આજે સાંજે સીરોહી એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવતા હડકંપ મચી જવા પામી હતી, આજે સાંજે હોમગાર્ડના કોન્સ્ટેબલ ભૂરા રામ મીણા બાર હજાર રૂપિયાની લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાઇ ગયા હતા આબુરોડ ના હોમગાર્ડ કાર્યાલયમાં લાંચના રૂપિયા લેતા હેડ કોન્સ્ટેબલ ભૂરા રામ મીણા ને એસીબીએ ઝડપી લીધો હતો .નારાયણસિંહ રાજપુરોહિત ના નેતૃત્વમાં એસીબી ની કામગીરી સફળ રહી હતી.
આબુ રોડ ખાતે આવેલા હોમગાર્ડ કાર્યાલયમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ ફરજ બજાવતા ભૂરારામ મીણા હેડ કોન્સ્ટેબલ બીજા હોમગાર્ડ પાસેથી નોકરી લખવાના બે – બે હજાર રૂપિયા લાંચ પેટે લીધા હતા આ 6 હોમગાર્ડ જવાન દ્વારા ત્યારબાદ સીરોહી એસીબી નો સંપર્ક કરતા આજે સાંજે એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવી હતી અને હેડ કોન્સ્ટેબલ ભૂરારામ મીણા લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા