નેશનલ મિશન કલ્ચર મેપિંગ અંતર્ગત અરવલ્લી જિલ્લાના કલાકારોએ નામની નોંધણી કરાવી લેવી
ભારત સરકારના નેશનલ મિશન કલ્ચરમેપિંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટા તૈયાર કરી પોર્ટલમાં તૈયાર કરવાની હોવાથીઅરવલ્લી જિલ્લાના જેમાં શાળા, કોલેજો,કલા સંસ્થા, બિનસરકારી સંસ્થાઓ ,સાંસ્કૃતિક ગૃપના કલાકારો,પ્રાથમિક ડેટાબેઝમાં જે સંસ્થા, કોલેજો,કલાકારો નામ નોંધવાવા ઇચ્છતા હોય તેઓ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,એ/એસ/૧૪,બીજો માળ, જિલ્લા સેવાસદન,શામળાજી રોડ મોડાસા જિ. અરવલ્લીથી કચેરી સમય દરમિયાનફોર્મ મેળવી ૨૮ ઓગસ્ટ સુધી ફોર્મ મોકલીઆપવાના રહેશે સમય મર્યાદા બાદ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં એમ જિલ્લા રમત ગમતઅધિકારીશ્રીની એક અખબારી યાદી દ્રારા જણાવાયું છે
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)