અરવલ્લી : ડેમાઈના બુટલેગર પાસેથી વિદેશી દારૂ પકડતી બાયડ પોલીસ

અરવલ્લી : ડેમાઈના બુટલેગર પાસેથી વિદેશી દારૂ પકડતી બાયડ પોલીસ
Spread the love

અરવલ્લી જીલ્લામાં એસ પી સંજય ખરાતે પ્રોહી ગુનાખોરી બાબતે કડક વલણ અખત્યાર કરવા સુચના આપ્યા બાદ પ્રથમવાર બાયડ પોલીસે ડેમાઈના બુટલેગર પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મેળવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ તાલુકાના ડેમાઈ ગામે એક બુટલેગર વિદેશી દારૂનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે બાયડ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એન. જી. ગોહિલ અને તેમની ટીમે ડેમાઈ ગામે કુણાલ ઉર્ફે ગટીયો ગીરીશભાઈ પટેલના ગાયો ભેંસોના તબેલા પર દરોડો પાડી તબેલા પાસે એક ઝાડ નીચે ઘઉંના ભુસા નીચેથી (૧) ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી ની ૭૫૦ મિલીની બોટલો નંગ. ૨૬.કિંમત રૂપિયા ૧૩,૦૦૦/-(૨) ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી ૩૭૫ મિ.લી.ની બોટલ નંગ. ૭.કિંમત રૂપિયા ૧૬૧૦/- (૩) રોયલ સ્ટેગ ક્લાસિક વ્હીસ્કીની ૩૭૫ મિલી. ની બોટલ નંગ. ૬ કિંમત રૂપિયા ૨૧૬૦/- (૪) હાવર્ડસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર ટીન નંગ. ૭૮. કિંમત રૂપિયા ૮,૬૫૮/-મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૨૫,૪૨૮ /-ના મુદ્દામાલ સાથે આરોપી બુટલેગરની ધરપકડ કરી જેલભેગો કરેલ છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG-20200821-WA0008-2.jpg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!