રાજકોટ કોવિડ હોસ્પીટલમાંથી રીફર ઓક્સિજન સાથેના દર્દીનું સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ

રાજકોટ સિવિલની કોવિડ હોસ્પીટલમાંથી ઓક્સિજન સાથે એક દર્દીને સ્ટ્રેચર ઉપર અન્ય વોર્ડમાં શિફ્ટ કરાતું હતું. દરમીયાન કોવિડ બીલ્ડીંગના કમ્પાઉન્ડમાં જ સ્ટ્રેચર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલીક બીજા સ્ટ્રેચરને લાવી તેમાં દર્દીને શિફ્ટ કરવામાં આવ્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ સિવિલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર ખાબક્યું હતું. ત્યારે આજે ફરી બેદરકારી સામે આવી હતી. સિવિલમાં નવુ નક્કોર સ્ટ્રેચર તૂટી પડતા હોસ્પીટલમાં આવતા સાધનોની ગુણવતા ઉપર સવાલો ઉઠ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)