રાજકોટ NCP નેતા રેશ્મા પટેલ દર્દીઓને મળે તે પૂર્વે જ પોલીસે અટકાયત કરી

રાજકોટ NCP નેતા રેશ્મા પટેલ દર્દીઓને મળે તે પૂર્વે જ પોલીસે અટકાયત કરી
Spread the love

રાજકોટ શહેર N.C.P નેતા રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓના પરિવારજનોને રૂબરૂ મળવા અને તેઓને પડતી મુશ્કેલીઓ અને તંત્રની લાપરવાહી અંગે ચર્ચા કરવા કાર્યકર્તાઓ સાથે આવવાના હોય તે અંગે પોલીસને જાણ થઇ જતા પ્રથમ ૧૫૦ ફૂટ રિંગ રોડ ગોવર્ધન ચોક ખાતે વોચ ગોઠવી, N.C.P કાર્યકર્તાઓની ત્યાંથી અટકાયત કરવામાં આવી હતી. પરંતુ રેશ્મા પટેલ ત્યાંથી નીકળી હોસ્પિટલ તરફ આવી જતા હોસ્પિટલ ચોક ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાં રેશ્મા પટેલે આવી તુરંત જ મોબાઈલ મારફતે વિડીયો ઉતારવાનું શરુ કર્યું હતું.

ફરજ પર હાજર રહેલા મહિલા પોલીસે રેશ્મા પટેલને વિડીયો ઉતારતા અટકાવી હતી. અને માથું પકડી તુરંત જ પોલીસ વેનમાં બેસાડી અટકાયત કરી લીધી હતી. અને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી. જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200915-WA0026.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!