રાજકોટ : ગુજરાતી ફિલ્મના હીરો માફક ટોળકીએ ઘાતક હથિયારો સાથે ત્રાટકી લૂંટ ચલાવી

રાજકોટ : ગુજરાતી ફિલ્મના હીરો માફક ટોળકીએ ઘાતક હથિયારો સાથે ત્રાટકી લૂંટ ચલાવી
Spread the love

રાજકોટ શહેર ગુજરાતી ફિલ્મના હીરો તરીકેની ઓળખ આપતો કુખ્યાત જયેશ ઠાકોર, તેના પિતા હંસરાજભાઇ ઠાકોર, મિત્ર હર્ષદ આહીર, મોનલ પટેલ અને જયેશ પટેલનો ભાઈ જેનું નામ નથી આવડતું. આ સહીત અંદાજે ૨૫ શખ્સોની ગેંગ ઘાતક હથિયારો સાથે ધસી આવી હતી. અને ચોકીદાર કામદેવભાઈને બંદૂક અને છરી ગળે રાખી ડરાવી ધમકાવીને તું પણ રાજકોટ મૂકીને જતો રહે અને તારા પરિવારને પણ રાજકોટ છોડી જવાની ધમકી આપી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ કામદેવભાઈ ગભરાઈ ગયા હતા.

આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી હાથ ધોઈ નાખવામાં આવશે. અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને મને કોઈ પોલીસની બીક નથી. તેવું જણાવી ધમકી આપી હતી. ચોકીદાર કોઈને જાણ પણ ન કરી શકે તે માટે જયેશ ઠાકોરે કામદેવભાઈનો ફોન પણ પછાડીને તોડી નાખ્યો હતો. કુખ્યાત જયેશ ઠાકોર ની ટોળકીએ રીતસરની ધમાલ મચાવી હતી. અને ૨૫ શખ્સોની ટોળકી સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ અહીંયા રાખેલો ૯,૪૯,૫૦૦ રૂપિયાનો કિચનવેરનો માલ લાલ કલરના આઇશરમાં ભરી લૂંટ કરી ભાગી ગયા હોય.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200915-WA0020.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!